<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ભારત સામેની T20 સિરીઝ માટે આયર્લેન્ડ ટીમની જાહેરાત: વિકેટકીપર લૉર્કન ટકર સુકાન સંભાળશે

મેથ્યુ હોલાર્ડ, જય મૂન્દ્રા અને ગેવિન હોઈ જેવા ખેલાડીઓને ટીમમાં તક મળી

ક્રિકેટ આયર્લેન્ડે ભારત સામે ૨૬ જૂનથી શરૂ થઈ રહેલી બે મેચોની T20I સિરીઝ માટે પોતાની 14 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સિરીઝ માટે વિકેટકીપર-બેટ્સમેન લોર્કન ટકરને ટીમના નવા કાયમી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પૉલ સ્ટર્લિંગનું સ્થાન લીધું છે

આ ટીમમાં ઈજાના કારણે પૉલ સ્ટર્લિંગ, જોશ લિટલ, માર્ક અડાયર, કર્ટિસ કેમ્ફર, બેરી મેકકાર્થી અને જોર્ડન નીલ જેવા ૬ મુખ્ય ખેલાડીઓ બહાર થઈ ગયા છે. તેમની ગેરહાજરીમાં મેથ્યુ હોલાર્ડ, જય મૂન્દ્રા અને ગેવિન હોઈ જેવા અનકેપ્ડ ખેલાડીઓને ટીમમાં તક મળી છે

આયર્લેન્ડ ટીમ

લોર્કન ટકર (કેપ્ટન), રોસ અડાયર, બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીસ, ગેવિન હોઈ, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકકાર્થી, જય મુન્દ્રા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, રૂબેન વિલ્સન

(9:28 PM IST)