<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

જાડેજાએ કરાવી કેરિબિયનો જેવી હેટસ્‍ટાઇલ

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાના ઑલરાઉન્‍ડર રવીન્‍દ્ર જાડેજાએ એક નવા અને આકર્ષક લુકનો ફોટો શૅર કર્યો છે. ૩૭ વર્ષના રવીન્‍દ્ર જાડેજાએ પોતાની હેરસ્‍ટાઈલમાં મોટો ફેરફાર કરીને વાળમાં નાની-નાની ચોટલીઓવાળી સ્‍ટાઇલ અપનાવી છે. આવી સ્‍ટાઇલ સામાન્‍ય રીતે કેરિબિયનો અને આફ્રિકનો કરાવતા હોય છે. રવીન્‍દ્ર જાડેજાની ક્રિકેટની સિદ્ધિઓ સહિત તેની હેરસ્‍ટાઇલ પણ ચર્ચામાં રહે છે. સામાન્‍ય રીતે લાંબા વાળ, મૂછ-દાઢી રાખતા રવીન્‍દ્ર જાડેજાના માથા પર થોડા સમય પહેલાં વાંકડિયા વાળ જોવા મળ્‍યા હતા.

(3:36 PM IST)