તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Saturday, 28th November 2026
જૂનાગઢની જેન્સી કાનાબારે સાનિયા મિર્ઝાનો 24 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો: સૌથી નાની વયે પ્રોફેશનલ ફાઇનલમાં
14 વર્ષ 11 મહિનાની ઉંમરે આઇટીએફ સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ; સેમિફાઇનલમાં 6-1, 6-0થી એકતરફી વિજય બાદ રવિવારે ખિતાબી જંગ

કોલકાતા : જૂનાગઢની ટીનેજ ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે શનિવારે કોલકાતામાં આઇટીએફ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં નેધરલૅન્ડ્સની ફ્લોરેન્ટિન ડેકર્સને 54 મિનિટમાં 6-1, 6-0થી હરાવીને પ્રોફેશનલ ટૂર્નામેન્ટની સિંગલ્સ ફાઇનલમાં પહોંચનારી ભારતની સૌથી નાની વયની ખેલાડી બનીને સાનિયા મિર્ઝાનો 24 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે.
14 વર્ષ અને 11 મહિનાની વય ધરાવતી જેન્સી કાનાબારની આ કારકિર્દીની પહેલી જ પ્રોફેશનલ ફાઇનલ છે અને તેણે વર્તમાન ટૂર્નામેન્ટની ચારેય મેચ એકેય સેટ ગુમાવ્યા વિના જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે.
અગાઉ સાનિયા મિર્ઝા વર્ષ 2002માં 15 વર્ષ અને 10 મહિનાની ઉંમરે આઇટીએફ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી હતી, જે વિક્રમ હવે જેન્સી કાનાબારે પોતાના નામે કર્યો છે.
સેમિફાઇનલ મુકાબલામાં જેન્સી કાનાબારે નેધરલૅન્ડ્સની ફ્લોરેન્ટિન ડેકર્સ સામે પ્રારંભથી જ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને માત્ર 54 મિનિટમાં 6-1 અને 6-0ના સીધા સેટથી જીત મેળવી હતી.
આ જીત સાથે જેન્સીએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યાં તેનો મુકાબલો ઇન્ડોનેશિયાની પ્રિસ્કા નુગ્રોહો સામે થશે.
હવે રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં જેન્સી કાનાબારના પ્રદર્શન, ટૂર્નામેન્ટમાં તેના અજેય સિલસિલા અને ખિતાબના પરિણામ પર સૌની નજર રહેશે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
