તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
કૃણાલ પંડયાએ પણ મુંબઈને કહ્યું ગુડબાય

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યા બાદ તેના મોટા ભાઈ કળણાલ પંડ્યાએ પણ મુંબઈ છોડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કળણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર મુંબઈને વિદાય આપતી એક ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. પંખુડી શર્માએ લખ્યું, ‘૨૦૧૩થી આ શહેરે મને હિંમત, પ્રેમ અને આત્મવિશ્વાસ આપ્યો છે. મુંબઈએ મારા જીવનને આકાર આપ્યો છે.' કળણાલ અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચાર વચ્ચે બન્ને ભાઈઓએ મુંબઈ છોડ્યું એ વાતની ક્રિકેટ ફેન્સમાં ભારે ચર્ચા થઈ રહી છે. કળણાલ પંડ્યા પત્ની અને બાળકો સાથે કયાં શિફટ થયા છે એની પુષ્ટિ થઇ નથી.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
