<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

મેસીની અલ્‍જીરીયા સામે ગોલની હેટ્રીકઃ આર્જેન્‍ટીનાની જીત

ફિફા ફૂટબોલ વર્લ્‍ડકપ-૨૦૨૬ છ અલગ-અલગ ફીફા વર્લ્‍ડકપમાં ભાગ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્‍યોઃ વર્લ્‍ડકપમાં સોૈથી વધુ ૧૬ ગોલ ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી મેસીનો અનોખો વર્લ્‍ડ રેકોર્ડ : ર૦૦૬માં પિતા ઝિદાન સામે રમ્‍યો, ર૦ર૬માં પુત્ર લુકા સામે ૩ ગોલ કર્યા

નવી દિલ્‍હીઃ  ફૂટબોલ જગતના મહાન ખેલાડીઓમાં ગણાતા લિયોનેલ મેસીએ ફરી એકવાર પોતાના નામે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. FIFA વર્લ્‍ડ કપ 2026 દરમિયાન અલ્‍જીરિયા સામેની મેચમાં મેદાન પર ઉતરતા જ મેસી વિશ્વના એવા પ્રથમ ફૂટબોલર બની ગયા છે, જેણે છ અલગ-અલગ FIFA વર્લ્‍ડ કપમાં ભાગ લીધો છે. આ ઉપરાંત તેણે વર્લ્‍ડકપની પોતાની ગોલની હેટ્રીક નોંધાવી હતી. સાથે જ તેણે વર્લ્‍ડકપમાં સોૈથી વધુ ગોલ ફટકારવાના  ૧૬ ગોલની બરાબરી પણ કરી છે.

કાન્‍સાસ સિટી સ્‍ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મેસી આર્જેન્‍ટિનાની ર્સ્‍ટાટિંગ ઇલેવનનો ભાગ બનતા જ આ અનોખો રેકોર્ડ તેમના નામે નોંધાયો હતો. આ સાથે જ તેમણે આર્જેન્‍ટિના માટે પોતાની ૨૦૦મી આંતરરાષ્‍ટ્રીય મેચ પણ રમી, જે તેમના શાનદાર કારકિર્દીનું વધુ એક મહત્‍વપૂર્ણ સીમાચિホ છે.

આ પહેલાં જર્મનીના લોથાર મથાઉસ, મેક્‍સિકોના રાફેલ માર્કેઝ, આંદ્રેસ ગાર્ડાડો અને એન્‍ટોનિયો કાર્બાજાલ તેમજ જર્મનીના મેન્‍યુઅલ નોયર પાંચ-પાંચ FIFA વર્લ્‍ડ કપ રમવાનો રેકોર્ડ શેર કરતા હતા. જોકે, મેસીએ હવે આ તમામ ખેલાડીઓને પાછળ છોડી એકલા જ આ ઐતિહાસિક સ્‍થાન હાંસલ કર્યું છે.

ફૂટબોલ ચાહકો માટે રસપ્રદ વાત એ છે કે પોર્ટુગલના સ્‍ટાર ખેલાડી ક્રિસ્‍ટિયાનો રોનાલ્‍ડો પણ આ વર્લ્‍ડ કપમાં પોતાનો છઠ્ઠો ટૂર્નામેન્‍ટ રમીને મેસીની બરાબરી કરી શકે છે. જોકે હાલ માટે આ અનોખો રેકોર્ડ માત્ર મેસીના નામે જ નોંધાયેલો છે.મેસીનું FIFA વર્લ્‍ડ કપમાં પ્રદર્શન હંમેશા યાદગાર રહ્યું છે. ૨૦૨૨ના કતાર વર્લ્‍ડ કપમાં તેમણે કુલ સાત ગોલ નોંધાવ્‍યા હતા. ફ્રાન્‍સ સામેની ફાઇનલ મેચમાં બે ગોલ કરીને તેમણે આર્જેન્‍ટિનાની જીતમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. પેનલ્‍ટી શૂટઆઉટમાં પણ મેસીએ પોતાની ટીમ માટે પ્રથમ સફળ શોટ ફટકાર્યો હતો.

આ જીત સાથે આર્જેન્‍ટિનાએ ૧૯૮૬ પછી પ્રથમ વખત વર્લ્‍ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી. તે ટૂર્નામેન્‍ટ મેસીના કારકિર્દીનો સૌથી યાદગાર અધ્‍યાય માનવામાં આવે છે. મેસીના આંતરરાષ્‍ટ્રીય કારકિર્દીના આંકડા પણ શાનદાઆર્જેન્‍ટિના માટે રમતા મેસીએ અત્‍યાર સુધી ૨૦૦ આંતરરાષ્‍ટ્રીય મેચોમાં ૧૧૮ ગોલ કર્યા છે, જ્‍યારે ૬૪ ગોલમાં અસિસ્‍ટ આપીને પણ મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. FIFA વર્લ્‍ડ કપમાં તેમના નામે ૨૭ મેચોમાં ૧૪ ગોલ અને ૮ અસિસ્‍ટ નોંધાયેલા છે.

(3:47 PM IST)