<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ન્યૂઝીલેન્ડે ટોસ જીતી ભારત સામે પ્રથમ બોલિંગ પસંદ કરી

પાંચમી T20 મેચમાં ભારતીય ટીમમાં બે ફેરફાર, ભુવનેશ્વર અને વરુણ ચક્રવર્તીને તક

હેમિલ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. અક્ષર પટેલની જગ્યાએ વરુણ ચક્રવર્તી અને મયંક યાદવની જગ્યાએ અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને સ્થાન આપવામાં આવ્યું છે.

બીજી તરફ ન્યૂઝીલેન્ડે પણ એક ફેરફાર કર્યો છે. મેથ્યુ ફિશરની જગ્યાએ બ્લેર ટિકનરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ આ પાંચ મેચની શ્રેણીમાં 3-1થી આગળ છે. અંતિમ મેચ જીતીને શ્રેણીનો વિજયી અંત લાવવાના ઇરાદા સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરી છે.

(1:57 PM IST)