તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
OMG: ખાલી ૧ બોલ પર ૨૮૬ રન બની ગયા, વર્લ્ડ રેકોર્ડ બન્યો
આ ઐતિહાસિક ઘટના ઓસ્ટ્રેલિયામાં સ્ક્રેચ ઇલેવન અને વિક્ટોરિયાની વચ્ચે રમાઈ રહેલી એક મેચ દરમ્યાન ઘટી હતી

નવી દિલ્હી તા.૩: ક્રિકેટને આમ તો અનિヘતિતાઓની રમત કહેવાય છે, જ્યાં દરેક બોલ એક નવો રોમાંચ લઈને આવે છે. પણ શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે કોઈ પ્રથમ શ્રેણીની મેચમાં ખાલી એક બોલમાં ૨૮૬ રન બની જાય? સાંભળવામાં આ થોડી કાલ્પનિક કહાની અથવા પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું લાગે છે, પણ ઇતિહાસના પાના પર આ અનોખી ઘટના હકીકતમાં બની છે. ૧૩૨ વર્ષ પહેલા, ૧૫ જાન્યુઆરી ૧૮૯૪ના રોજ ઓસ્ટ્રેલિયાના મેદાન પર એક આવી જ ઘટના ઘટી, જેણે ક્રિકેટના તમામ નિયમો અને કાયદાને એક અનોખી ચેલેન્જ આપી હતી.
સત્તાવાર રીતે એક બોલ પર સૌથી વધારે રન દોડવાનો વાસ્તવિક રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગૈરી ચેપમેનના નામે નોંધાયેલો છે. તેમણે વર્ષ ૧૯૯૨ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં એક ક્લબ મેચ દરમ્યાન બેટિગ કરતા એક બોલ પર ૧૭ રન દોડ્યા હતા. કેમ કે બોલ મેદાનના લાંબા ઘાંસમાં ખોવાઈ ગયો હતો. આ રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલો છે.
આ ઐતિહાસિક ઘટના ઓસ્ટ્રેલિયામાં સ્ક્રેચ ઇલેવન અને વિક્ટોરિયાની વચ્ચે રમાઈ રહેલી એક મેચ દરમ્યાન ઘટી હતી. વિક્ટોરિયાની ટીમે મેચના પહેલા જ બોલ પર જોરદાર શોટ માર્યો. બોલ સીધો બાઉન્ડ્રી લાઇન પર રહેલા એક વિશાળ ઝાડની ડાળી વચ્ચે જઈને ફસાઈ ગયો. વધુમાં આ ઝાડ બહુ ઊંચું હતું અને તેની ડાળી પણ ખૂબ મજબૂત હતી.
બોલ જેવો ઝાડ પર ફસાઈ ગયો, વિક્ટોરિયાના બેટ્સમેનોએ વિકેટ વચ્ચે દોડવાનું શરુ કરી દીધું. ફીલ્ડિંગ કરી રહેલી ટીમે એમ્પાયર્સને અપીલ કરી કે બોલ ખોવાઈ ગયો છે અને તેને લોસ્ટ બોલ ઘોષિત કરવામાં આવે. જો કે અમ્પાયર્સે આ અપીલને ફગાવી દીધી, કેમ કે બોલ સ્પષ્ટ રીતે ઝાડ પર દેખાઈ રહ્યો હતો. નિયમ અનુસાર, જ્યાં સુધી બોલ ફીલ્ડર્સના હાથમાં ન આવે, અથવા સંપૂર્ણપણે ગાયબ ન થઈ જાય, રમત ચાલું રહે છે.
બોલને ઝાડ પરથી નીચે ઉતારવા માટે મેદાન પર અફરા-તફરી મચી ગઈ. સૌથી પહેલા એક કુહાડી મગાવી, જેથી ઝાડની ડાળી કાપી બોલ નીચે લાવી શકાય, પણ તેમાં ખૂબ વધારે સમય લાગી રહ્યો હતો. ત્યાર બાદ એક રાઇફલની વ્યવસ્થા કરી. ઝાડ પર ફસાયેલા બોલને નિશાન બનાવીને કેટલાય રાઉન્ડ ફાયરિગ કર્યું. આખરે એક શોટ ડાયરેક્ટ બોલ પર લાગ્યો અને બોલ ડાળીને નીકળી જમીન પર પડ્યો.
જ્યાં સુધી બંદૂકથી નિશાન લગાવી બોલને નીચે પાડવામાં આવ્યો અને ફીલ્ડરે તેને પાછો વિકેટકીપર સુધી પહોંચાડ્યો, ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. બંને બેટ્સમેનોએ જરાં પણ રોકાયા વિના વિકેટ વચ્ચે દોડીને કુલ ૨૮૬ રન લઈ લીધા. શારીરિક રીતે બંને બેટ્સમેન દોડીને ખૂબ થાકી ગયા હતા, પણ તેમણે ક્રિકેટના ઇતિહાસનો સૌથી અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. વિક્ટોરિયાની ટીમે ખાલી એક બોલની રમત બાદ પોતાની ઇનિગ ઘોષિત કરી દીધી. આ ઘટના આજના આધુનિક ક્રિકેટમાં અશક્ય છે, કેમ કે હવે સ્પષ્ટ નિયમ છે કે જો બોલ એવી જગ્યાએ ફસાય છે, જ્યાં ફીલ્ડર પહોંચી નથી શકતા. તો અમ્પાયર ડેડ બોલ અથવા બાઉન્ડ્રી ઘોષિત કરી શકે છે, પણ ૧૮૯૪ની આ કહાની હંમેશા ક્રિકેટ પ્રેમીને ચોંકાવતી રહી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
