તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 13th May 2026
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનું ‘પાણી' મપાયું : ઢાકામાં ૧૦૪ રને કારમો પરાજય
પાક. ટીમનો વિદેશની ધરતી પર શરમજનક રેકોર્ડ : ઘરની બહાર સતત ૬ઠ્ઠી ટેસ્ટ હારથી ક્રિકેટ જગતમાં ફજેતી

નવી દિલ્હી : પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વિદેશની ધરતી પર ટેસ્ટ મેચ જીતવી હવે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને ૧૦૪ રનના મોટા અંતરથી ધૂળ ચટાડી છે. આ હાર સાથે પાકિસ્તાને વિદેશમાં સતત હારનો સિલસિલો યથાવત રાખતા એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પાકિસ્તાને ઘરની બહાર છેલ્લી ટેસ્ટ જીત ૨૦૨૩માં શ્રીલંકા સામે કોલંબોમાં મેળવી હતી. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાન વિદેશમાં કુલ ૬ ટેસ્ટ રમ્યું છે અને આ તમામમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આヘર્યની વાત એ છે કે આ સમયગાળામાં વિશ્વની અન્ય તમામ ટેસ્ટ ટીમોએ વિદેશમાં ઓછામાં ઓછી એક મેચ તો જીતી જ છે, જ્યારે પાકિસ્તાનનું ખાતું પણ ખુલ્યું નથી.
ઢાકા ટેસ્ટમાં પાકિસ્તાને એક એવો રેકોર્ડ બનાવ્યો જે ઇતિહાસમાં માત્ર ૫ાંચ વખત જ બન્યો છે. મેચની એક ઇનિંગમાં પાકિસ્તાની બેટ્સમેનોએ ત્રણ વખત ૧૦૦થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. તેમ છતાં ટીમ જીત મેળવી શકી નહોતી. મજબૂત શરૂઆત બાદ પણ પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
પાકિસ્તાનની આ હારને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પાકિસ્તાનને પોઈન્ટ્સ ગુમાવવા પડ્યા છે, જ્યારે ભારતીય ટીમને કોઈ પણ મેચ રમ્યા વગર જ ટેબલમાં ફાયદો થયો છે. હવે ૧૬ મેથી શરૂ થનારી બીજી ટેસ્ટમાં પાકિસ્તાન પોતાની આબરૂ બચાવવા મેદાને ઉતરશે, જોકે શ્રેણી જીતવાની તક તો તેણે ગુમાવી દીધી છે
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
