<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ક્રિસ્‍ટીઆનો રોનાલ્‍ડોના સન્‍માનમાં પોર્ટુગલ ફુટબોલ ફેડરેશને ૭ નંબરની જર્સીની ડિઝાઈનમાં ફેરફાર કર્યો

નવી દિલ્‍હીઃ પોર્ટુગલ ફુટબોલ ફેડરેશને ક્રિસ્‍ટીઆનો રોનાલ્‍ડોની શાનદાર ઇન્‍ટરનેશનલ કરીઅરના સન્‍માનમાં નંબર ૭ જર્સીની ડિઝાઈનમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. પોર્ટુગલ નંબર ૭ જર્સીને સંપૂર્ણપણે નિવૃત્ત કરી શકતું નથી. નિયમો અનુસાર ઇન્‍ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્‍ટમાં પ્‍લેયર્સના જર્સી નંબર ૧થી ૨૩ સુધી હોવા ફરજિયાત હોય છે.

તેથી નવી ડિઝાઇનમાં નંબર ૭ પર એક નાનું ‘ક્રોસ' ચિホ ઉમેરવામાં આવ્‍યું છે, જે રોનાલ્‍ડોની કરીઅરના એક અધ્‍યાયના સમાપનનું પ્રતીક છે. ભવિષ્‍યમાં જે પણ પ્‍લેયર ૭ નંબરની જર્સી સ્‍થાયી રૂપે પસંદ કરશે તેણે આ ‘ક્રોસ ધરાવતા ૭ નંબરની જર્સી જ પહેરવી પડશે. જૂની નંબર ૭ જર્સી હંમેશ માટે રોનાલ્‍ડોની રહેશે

(3:51 PM IST)