તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
આરસીબી ‘ટોપ' પર, રાજસ્થાન માંડ-માંડ ચોથા નંબરે લપસ્યું: કાલથી ખિતાબી જંગ શરૂ
ટોપ-૪ વચ્ચે હવે આરપારની લડાઈ, અમદાવાદમાં ફાઇનલનો મહામુકાબલોઃ કાલે બેંગ્લોર અને ગુજરાત તો બુધવારે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે જંગ

નવી દિલ્હીઃ કરોડો ક્રિકેટ રસિયાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આઈપીએલ ની લીગ મેચોનો રોમાંચક અંત આવી ગયો છે અને પ્લેઓફનું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ચૂકયું છે. સીઝનમાં ટોપ-૪માં સ્થાન મેળવવા માટે તમામ ટીમો વચ્ચે ખેલાયેલો મહાસંગ્રામ આખરે પુરો થયો છે. પોઇન્ટ ટેબલમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં રન-મશીન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દબદબા સાથે ટોપ પર રહી છે, જ્યારે રિયાન પરાગની રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે માંડ-માંડ ક્વોલિફાય થવામાં સફળ રહી છે.
હવે આ ચારેય મજબૂત ટીમો વચ્ચે આવતીકાલ એટલે કે ૨૬ મેના રોજથી ખિતાબી ટ્રોફી સર કરવા માટે આખરી અને લોહિયાળ જંગ શરૂ થવા જઈ રહ્યો છે. લીગ સ્ટેજના અંતે પોઇન્ટ ટેબલમાં વિરાટ કોહલીની આરસીબી સૌથી વધુ પોઇન્ટ અને શાનદાર નેટ રન રેટ સાથે‘પ્રથમ સ્થાને' રહીને ક્વોલિફાય થઈ છે. જ્યારે બાકીની બે ટીમોએ પણ બીજા અને ત્રીજા નંબર પર પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. યુવા સ્ટાર રિયાન પરાગની રાજસ્થાન રોયલ્સ ભારે ખેંચતાણ બાદ ‘ચોથા નંબરે' રહીને પ્લેઓફની ટિકિટ મેળવવામાં સફળ રહી છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા પ્લેઓફના હાઈ-વોલ્ટેજ ડ્રામામાં રોમાંચ ચરમસીમાએ પહોંચશે. નિયમ મુજબઃ ક્વોલિફાયર-૧: પોઇન્ટ ટેબલની ટોપ-૨ ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી જ ફાઇનલમાં એન્ટ્રી કરશે, જ્યારે હારનારી ટીમને ફાઇનલમાં પહોંચવા માટે વધુ એક તક (ક્વોલિફાયર-૨) મળશે.
એલિમિનેટરઃ ત્રીજા અને ચોથા નંબરની ટીમ (રાજસ્થાન રોયલ્સ) વચ્ચે ‘કરો કે મરો'નો જંગ ખેલાશે. આ મેચમાં જે ટીમ હારશે તે ટૂર્નામેન્ટમાંથી સીધી બહાર ફેંકાઈ જશે. ક્વોલિફાયર-૨: એલિમિનેટરની વિજેતા ટીમ અને ક્વોલિફાયર-૧માં હારેલી ટીમ વચ્ચે ફાઇનલની બીજી ટિકિટ માટે ટક્કર થશે

(12:07 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 