<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

આઇપીએલ-ર૦ર૭ માં મુંબઇ ઇન્‍ડીયન્‍સ ટીમના કેપ્‍ટનપદે રોહીત શર્મા

અમારી ઐતિહાસિક ર૦ મી સીઝનમાં રોહીત બ્‍લુ એન્‍ડ ગોલ્‍ડ જર્સીનું નેતૃત્‍વ કરશેઃ આકાશ અંબાણી રોહીત શર્મા ર૦૧૧માં મુંબઇ ઇન્‍ડીયન્‍સ પરીવારનો હિસ્‍સો બની ગયા છેઃ નીતા અંબાણી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: મુંબઈ ઈન્‍ડિયન્‍સે (MI) ૨૦૨૭ની આઈપીએલ (IPL) સિઝનમાં ટીમના સુકાનીપદે આજે રોહિત શર્માના નામની જાહેરાત કરી છે. આ ફ્રેન્‍ચાઇઝી પોતાની ઐતિહાસિક ૨૦મી સિઝનને સેલિબ્રેટ કરવા જઈ રહી છે, ત્‍યારે તેના સૌથી લોકપ્રિય અને સફળ લીડર્સમાંના એક એવા રોહિત શર્મા બ્‍લુ એન્‍ડ ગોલ્‍ડ જર્સીને એક રોમાંચક નવા અધ્‍યાય તરફ દોરી જશે.

 નીતા એમ. અંબાણીએ જણાવ્‍યું હતું: અમે ૨૦૧૧માં રોહિત માટે બોલી લગાવી હતી, અને તે ક્ષણથી જ તેઓ અમારા મુંબઈ ઈન્‍ડિયન્‍સ પરિવારનો હિસ્‍સો બની ગયા છે. મને હજુ પણ અમારી સાથે જોડાયેલો યુવા રોહિત યાદ છે, અને વર્ષોથી એક ક્રિકેટર, ચેમ્‍પિયન, સફળ લીડર અને એક અદભૂત પારિવારિક વ્‍યક્‍તિ તરીકે તેમને આગળ વધતા જોવા એ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત રહી છે.

આકાશ અંબાણીએ જણાવ્‍યું હતું: અમારી ઐતિહાસિક ૨૦મી સિઝનમાં રોહિત બ્‍લુ એન્‍ડ ગોલ્‍ડ જર્સીનું નેતળત્‍વ કરશે તે વાતથી હું અત્‍યંત પ્રસન્ન છું. રોહિતનો મુંબઈ ઈન્‍ડિયન્‍સ અને અમારી પલટન સાથેનો નાતો ખરેખર અનોખો છે. આગામી સિઝન અંગેની અમારી વાતચીતમાં, આપણે સાથે મળીને શું હાંસલ કરી શકીએ તે અંગે ઉત્‍સાહ અને મહત્ત્વાકાંક્ષાની સહિયારી ભાવના જોવા મળી છે.

રોહિતના અનુભવ અને નેતળત્‍વ તેમજ અમે જે રોમાંચક ટીમ બનાવી રહ્યા છીએ તેની સાથે, આગળ ઘણું બધું હાંસલ કરવાનું છે. અમે એવી ક્રિકેટની રમત રમવા માંગીએ છીએ જેના પર આપણી પલટનને ગર્વ થાય અને સાથે મળીને અનેક ખાસ યાદોનું સર્જન કરી શકીએ.

મુંબઈ ઈન્‍ડિયન્‍સના કેપ્‍ટન  રોહિત શર્માએ જણાવ્‍યું હતું કે, મુંબઈ ઈન્‍ડિયન્‍સ મારા જીવનનો એક મોટો હિસ્‍સો રહ્યું છે, અને આ ટીમનું નેતળત્‍વ કરવું એ મારા માટે હંમેશા મારા માટે અત્‍યંત ગર્વની બાબત રહી છે. આગામી સિઝન અંગે નીતા ભાભી અને આકાશ સાથે મારી વાતચીત અત્‍યંત રોમાંચક રહી છે, અને અમે હજી ઘણું હાંસલ કરી શકીએ તેનો મને પાક્કો વિશ્વાસ છે.

હું ૨૦મી સિઝન માટે, આગામી પડકારો માટે અને અમારી પલટન માટે સેલિબ્રેટ કરવાની અનેક ક્ષણોનું સાથે મળીને સર્જન કરવા તૈયાર છું. અમે સૌથી વધુ ધ્‍યાન અમારી આગવી શૈલીમાં ક્રિકેટ રમવા, સાથે મળીને તીવ્ર સ્‍પર્ધાત્‍મક રમત રમવા અને રમતનો આનંદ માણવા પર કેન્‍દ્રિત રહેશે.

રોહિત ટીમને તેની ૨૦મી સિઝનમાં દોરીને લઈ જઈ રહ્યો હોવાથી, મુંબઈ ઈન્‍ડિયન્‍સ નવી ઊર્જા, મહત્ત્વાકાંક્ષા અને પલટનના અતૂટ સમર્થન સાથે ૨૦૨૭ તરફ મીટ માંડી રહી છે

(12:00 PM IST)