તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
શ્રેયસ અયર અને ગૌતમ ગંભીરનો લેવાશે આકરો ક્લાસ
બીસીસીઆઇ એક્શન મોડમાઃ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં શરમજનક હાર બાદ કેપ્ટન

નવી દિલ્હીઃ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમની સજ્જડ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારે ગુસ્સામાં છે અને આખરે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. યૂકે પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના અત્યંત નબળા અને શરમજનક પ્રદર્શનને કારણે બોર્ડના ઉચ્ચ અધિકારીઓ લાલચોળ થયા છે અને હવે સખત પગલાં લેવાના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ પૂરો થતાંની સાથે જ બીસીઆઇ દ્વારા એક હાઈ-લેવલ રિવ્યુ મીટિગ બોલાવવામાં આવશે. આ મીટિગમાં ટીમની રણનીતિ અને પરાજયના કારણો અંગે કેપ્ટન શ્રેયસ અય્યર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો આકરો ક્લાસ લેવામાં આવશે અને તેમની પાસે આ પ્રદર્શનનો જવાબ માંગવામાં આવશે. આ સતત પરાજયના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું નંબર-૧ નું સિહાસન પણ જોખમમાં મુકાઈ ગયું છે, જેને પગલે બોર્ડ હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
