<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 176 રને હરાવ્યું: 10 વર્ષ બાદ ફરી ટેસ્ટમાં નંબર-1

કેપટાઉન ટેસ્ટમાં શાનદાર વિજય સાથે શ્રેણી 2-1થી જીતી

કેપટાઉન: દક્ષિણ આફ્રિકાએ ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ફરી એકવાર વિશ્વની નંબર-1 ટીમ બની છે.

 

ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

દક્ષિણ આફ્રિકાના સ્પિનર સિમોન હાર્મરે 16 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જ્યારે કાગિસો રબાડાએ 3 વિકેટ લઈને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ જાન્યુઆરી 2016 બાદ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નું સ્થાન મેળવવામાં સફળ રહી છે. આ ઐતિહાસિક જીતથી દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ છે.

(2:45 PM IST)