તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
છેલ્લા બે વર્ષથી સૂર્યકુમારનું બેટ બોલ્યું નથીઃ ટીમમાં જગ્યા બનાવવી પણ મુશ્કેલ
ટીમ ઇન્ડીયાને ટી-ર૦ માટે નવા કેપ્ટન મળવાની શકયતાઃ કોણ છે રેસમાં?

મુંબઇઃ ટીમ ઇન્ડીયાના ટી-ર૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પદ પરથી હટાવી દેવામાં આવે તેવી પૂરી પૂરી શકયતાઓ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં જ ભારતે આ વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેના નેતળત્વમાં ભારતે સતત આઠ દ્વિપક્ષીય શ્રેણી જીતી અને ૨૦૨૫ એશિયા કપ પણ પોતાના નામે કર્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. સૂર્યકુમાર હાલમાં જ પૂર્ણ થયેલી IPL 2026 સીઝનમાં પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે ૧૩ મેચોમાં ૨૭૦ રન બનાવ્યા.
એક વરિષ્ઠ બીસીસીઆઈ (BCCI) અધિકારીએ એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું છે કે,‘પસંદગી સમિતિ, બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે કોચ ગૌતમ ગંભીર સાથે પરામર્શ કર્યા પછી નિર્ણય લીધો છે કે હવે ભારતે નવો કેપ્ટન પસંદ કરવો જોઈએ. સૂર્યાની કેપ્ટનશીપમાં ટીમે ટી-૨૦ વર્લ્ડ કપ ચોક્કસપણે જીત્યો, પરંતુ તેના ફોર્મ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેમને લાગ્યું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.'
સૂર્યકુમાર યાદવને જુલાઈ ૨૦૨૪માં ભારતીય ટી-૨૦ ટીમની કમાન મળી હતી. તેણે રોહિત શર્માનું સ્થાન લીધું હતું, જેની કેપ્ટનશીપમાં ભારત બીજી વખત ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. તે સમયે તે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન હતો અને પોતાની બેટિંગથી બધાને ભાવિત કર્યા હતા. તેણે કેપ્ટનશીપની રેસમાં હાર્દિક પંડ્યાને પાછળ છોડી દીધો હતો, જે ગયા વર્ષ સુધી ટીમમાં કાર્યવાહક કેપ્ટનની ભૂમિકામાં હતો.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર નવા કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. આયર્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણી દરમિયાન ભારત નવા કેપ્ટન સાથે રમશે. આ સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને સંજુ સેમસન પણ કેપ્ટનશીપની દોડમાં સામેલ છે.
સૂર્યકુમાર યાદવ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક રહ્યો છે. મેદાનના દરેક ખૂણામાં શોટ રમવાની પોતાની ક્ષમતાના કારણે તેને ‘મિસ્ટર ૩૬૦ ડિગ્રી' કહેવામાં આવે છે. જો કે છેલ્લા બે વર્ષથી તેનું બેટ ખાસ કાઇ બોલ્યું નથી, એક સમયે તો તેને ટી-૨૦ વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં માત્ર એટલા માટે સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે તે કેપ્ટન હતો.
સૂર્યકુમારે માર્ચ ૨૦૨૧માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારપછી લગભગ ત્રણ વર્ષ સુધી જોરદાર બેટિંગ કરી હતી. ૨૦૨૨ અને ૨૦૨૩માં ત્ઘ્ઘ્ ટી૨૦આઈ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીત્યો હતો. આઈસીસીની ટી૨૦ ઈન્ટરનેશનલ રેન્કિંગમાં લાંબા સમય સુધી નંબર વન બેટ્સમેન રહ્યો. આ સાથે જ ટી૨૦આઈ ફોર્મેટમાં ભારતના સૌથી શાનદાર બેટ્સમેનોમાંના એક તરીકે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સામેલ છે. સૂર્યકુમાર યાદવે ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૧૧૩ મેચોમાં ૩૨૭૨ રન બનાવ્યા છે. તેણે ૪ સદી અને ૨૫ અર્ધસદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર ૧૧૭ રન છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
