તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ટીમ ઇન્ડિયામાં એન્ટ્રીની અટકળો પર સ્વીંગ કિંગનો પૂર્ણવિરામઃ હવે મારો કોઈ ગોલ નથી
આઇપીએલમાં જબરદસ્ત ફોર્મ છતાં ભુવનેશ્વર કુમારનો મોટો ખુલાસોઃ હવે માત્ર રમતનો આનંદ લેવા પર ધ્યાન

નવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ફરી એકવાર પોતાની બોલિગથી મેદાન પર તરખાટ મચાવ્યો છે. તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ૨૧ રન આપી ૨ વિકેટ ઝડપ્યા બાદ ચાહકોમાં તેની નેશનલ ટીમમાં વાપસીની માંગ ઉઠી હતી. જોકે, ભુવનેશ્વરે આ તમામ ચર્ચાઓનો અંત લાવતા સ્પષ્ટ કર્યું છે કે તે હવે વાપસી વિશે બિલકુલ વિચારી રહ્યો નથી.
ભુવનેશ્વરે જણાવ્યું હતું કે, ૅઘણા વર્ષોથી મેં ભવિષ્યના લક્ષ્યો નક્કી કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે મેં વિચારવાનું બંધ કર્યું, ત્યારે તેનાથી મને કોઈ નુકસાન થયું નથીૅ. ૩૬ વર્ષની વયે પહોંચેલો આ બોલર હાલ પોતાની કરિયરના એવા તબક્કાનો આનંદ માણી રહ્યો છે જ્યાં તેના પર કોઈ વધારાનું દબાણ નથી. આઇપીએલની પોતાની ૨૦૦થી વધુ મેચોના અનુભવ વિશે વાત કરતા તેણે કહ્યું કે પાવરપ્લેમાં મળેલી સફળતા એ વર્ષોની મહેનતનું પરિણામ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલા ભુવનેશ્વરની પ્રશંસા વિરોધી ટીમના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને દિનેશ કાર્તિકે પણ કરી હતી. હાલમાં તે ટીમમાં પરત આવવાના વિચારને બદલે માત્ર દરરોજ કંઈક નવું શીખવા પર ભાર મૂકી રહ્યો છે
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
