<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

દિલ્‍હીમાં કાલે ભારત-અફઘાનિસ્‍તાન વચ્‍ચે ટી-૨૦ ધમાકો

બુમરાહની વાપસીથી ટીમ ઇન્‍ડિયા મજબૂત, રશીદ-નબીની સામે શ્રેયસ અય્‍યરની ટીમનો પડકાર

 

 

નવી દિલ્‍હીઃ ભારત અને અફઘાનિસ્‍તાન વચ્‍ચે ત્રણ મેચની ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય શ્રેણીની શરૂઆત આવતીકાલે, ૧૩ સપ્‍ટેમ્‍બરે નવી દિલ્‍હીના અરુણ જેટલી સ્‍ટેડિયમ ખાતે થશે. બંને ટીમો વચ્‍ચેની આ શ્રેણી ૧૩, ૧૫ અને ૧૭ સપ્‍ટેમ્‍બરે રમાશે અને ત્રણેય મુકાબલા દિલ્‍હીમાં જ યોજાશે. શ્રેણીનો પ્રથમ મુકાબલો સાંજે ૭ વાગ્‍યે શરૂ થશે.

ભારતીય ટીમની કમાન શ્રેયસ અય્‍યર સંભાળશે, જ્‍યારે તિલક વર્મા ઉપકપ્તાન છે. ભારતે અફઘાનિસ્‍તાન સામે મજબૂત ૧૫ સભ્‍યોની ટીમ પસંદ કરી છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહની વાપસી ભારતીય બોલિંગને વધુ ધારદાર બનાવે છે. બુમરાહને શ્રેણી માટે ફિટ જાહેર કરવામાં આવ્‍યો છે. બીજી તરફ, હર્ષિત રાણા ઈજાના કારણે બહાર થતાં તેમના સ્‍થાને યશ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્‍યો છે.

અફઘાનિસ્‍તાન માટે પણ આ શ્રેણી મહત્‍વપૂર્ણ છે. ઈબ્રાહિમ ઝદરાન પ્રથમ વખત પૂર્ણકાલીન ટી-૨૦ કેપ્‍ટન તરીકે ટીમનું નેતળત્‍વ કરશે. અફઘાન ટીમમાં રાશિદ ખાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, મોહમ્‍મદ નબી, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન અને નવીન-ઉલ-હક જેવા અનુભવી અને મેચ વિનિંગ ખેલાડીઓ છે.

ભારતની ટીમઃ શ્રેયસ અય્‍યર (કેપ્‍ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપકપ્તાન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્‍ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને યશ ઠાકુર.

અફઘાનિસ્‍તાનની ટીમઃ ઈબ્રાહિમ ઝદરાન (કેપ્‍ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), નૂર રહમાન (વિકેટકીપર), સેદિકુલ્લાહ અતલ, દરવેશ રસૂલી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ગુલબદિન નાયબ, મોહમ્‍મદ નબી, રાશિદ ખાન, નંગેયાલિયા ખારોટી, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક અને અબ્‍દુલ્લાહ અહમદઝાઈ.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, અક્ષર પટેલ અને શ્રેયસ અય્‍યર મહત્‍વની ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ અફઘાનિસ્‍તાનની સૌથી મોટી તાકાત તેની સ્‍પિન બોલિંગ છે. રાશિદ ખાન, નૂર અહમદ અને મુજીબ ઉર રહેમાન ભારતીય બેટિંગ સામે મુશ્‍કેલી ઊભી કરી શકે છે.

(3:46 PM IST)