તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ત્રીજો ટી-૨૦ : ભારતને ૧૯૯ રનનો ટાર્ગેટ, સિરીઝ જીતવાની તક
મિચેલે ૮૮ રન ફટકાર્યા, અર્શદીપ-અક્ષર અને નિતિષને ૧-૧ વિકેટ

નવી દિલ્હી, તા. ર૭ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટી-૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટરોએ ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૮ રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના બેટરોએ ભારતીય બોલરોને સતત દબાણમાં રાખીને મોટો સ્કોર નોંધાવ્યો હતો. હવે મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ ૧૯૯ રન બનાવવા પડશે. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં ૮૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેની આક્રમક બેટિંગે ભારતીય બોલરોની મુશ્કેલી વધારી હતી. બીજી તરફ જેકોબ્સે પણ મક્કમ બેટિંગ કરતાં અણનમ ૩૯ રન ફટકાર્યા હતા. બંને બેટરોના યોગદાનથી ન્યૂઝીલેન્ડની ટીમ ૨૦૦ રનના આંકડાની નજીક પહોંચી હતી.
ન્યૂઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવતાં ભારતીય ટીમ સામે હવે મોટો પડકાર ઊભો થયો છે. ૧૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય બેટરોએ શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવવો પડશે. સાથે જ વિકેટો જાળવી રાખીને રનગતિ જાળવવી પણ એટલી જ જરૂરી રહેશે. હવે સૌની નજર ભારતીય બેટિંગ પર ટકેલી છે. ટીમ ઇન્ડિયાના ટોચના બેટરો કેટલી મજબૂત શરૂઆત અપાવે છે અને મધ્યક્રમના બેટરો દબાણની સ્થિતિમાં કેવી રમત બતાવે છે તેના પર મેચનું પરિણામ નિર્ભર રહેશે. ન્યૂઝીલેન્ડે તો મોટો સ્કોર નોંધાવીને ભારત સામે પડકાર મૂકી દીધો છે, હવે ભારતીય બેટરો આ પડકારને પાર કરીને ટીમને જીત અપાવે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
