News of Wednesday, 25th November 2026
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં હવે ખિતાબી જંગનો તખ્તો તૈયાર
ચાર ટીમોએ સેમિફાઈનલમાં સ્થાન પાકું કર્યું: ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલનો મહામુકાબલો જામે તેવી સંભાવના

નવી દિલ્હીઃ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ગ્રૂપ સ્ટેજના મુકાબલાઓ પૂર્ણ થતાં સેમિફાઈનલમાં પ્રવેશ મેળવનારી ચાર ટીમોના નામ નક્કી થઈ ગયા છે, જ્યારે ચાર ટીમોનું ટૂર્નામેન્ટમાં અભિયાન સમાપ્ત થયું છે. હવે સેમિફાઈનલના મુકાબલાઓમાં જીત મેળવનારી ટીમો સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે અને એશિયન ક્રિકેટના યુવા સ્ટાર્સ વચ્ચે ખિતાબ માટે જંગ જામશે.
ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમોએ પોતાનું સ્થાન મજબૂત બનાવતાં ચાહકોમાં ફાઈનલને લઈને અત્યારથી ઉત્સુકતા વધી છે. બંને ટીમો સેમિફાઈનલમાં સફળતા મેળવે તો ક્રિકેટપ્રમીઓને ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલનો હાઈવોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે. જોકે ફાઈનલ સુધી પહોંચવા માટે બંને ટીમોએ સેમિફાઈનલમાં પણ પોતાની શ્રેષ્ઠ રમત બતાવવી પડશે.
ગ્રૂપ તબક્કામાં કેટલીક ટીમોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું, જ્યારે કેટલીક ટીમો નિર્ણાયક મુકાબલાઓમાં પાછળ રહી ગઈ. હવે ટૂર્નામેન્ટમાં એક પણ ભૂલ ટીમોને ભારે પડી શકે છે. સેમિફાઈનલમાં જીત એટલે ખિતાબથી એક ડગલું નજીક પહોંચવાની તક હોવાથી તમામ ટીમો પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.
યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની આ મોટી તક છે. હવે નજર સેમિફાઈનલના મુકાબલાઓ પર છે, જ્યાંથી ફાઈનલના બે દાવેદારો નક્કી થશે અને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની ટ્રોફી માટે અંતિમ જંગનો માહોલ સર્જાશે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
