તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
અંડર-૧૯ એશિયા કપ: ફાઇનલ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટાઇટલ માટે ટક્કર
ભારત નવમી વખત ટાઇટલ જીતવા મેદાને ઉતરશે :ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે,

ઓમાનમાં રમાઈ રહેલા અંડર-૧૯ એશિયા કપની ફાઇનલ મેચ આજે યોજાવાની છે. ભારત નવમી વખત ચેમ્પિયન બનવાનું લક્ષ્ય રાખશે. જો ભારત નવમી વખત ટાઇટલ જીતવા માંગે છે, તો તેમણે આજની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે, જેમાં આર્યવીર સેહવાગ અને ઇશાન સૂદ જેવા ખેલાડીઓ મુખ્ય ભૂમિકા ભજવશે. ગયા વર્ષે, પાકિસ્તાને ભારતને ૧૫૧ રનથી હરાવીને પોતાનું બીજું ટાઇટલ જીત્યું હતું.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
