તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં વિરાટ નહીં રમે
ટીમ ઇન્ડીયાને આંચકો : કોહલી ૩ વનડે ગુમાવશેઃ હેનસ્ટ્રીંગ ઇન્જરી કારણ

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમને આગામી ૧૩ જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ૩ મેચોની વનડે ઇન્ટરનેશનલ સિરીઝ પહેલા એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈન્જરી ના કારણે આ આગામી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલ અનુસાર, કોહલીને આ ઈજા તાજેતરમાં જ સમાપ્ત થયેલી આઈપીએલ ૨૦૨૬ની ફાઈનલ મેચ દરમિયાન થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિરાટ કોહલીની અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે અગાઉથી જ ટીમમાં પસંદગી થઈ ચૂકી હતી, તેથી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ટૂંક સમયમાં જ તેમના રિપ્લેસમેન્ટ ની જાહેરાત કરવી પડશે. જોકે, હજુ સુધી આ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ એક સૂત્રએ જાણીતી મીડિયા એજન્સી સામે આ મામલે ફોડ પાડ્યો હોવાની ચર્ચા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
