<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

કોન બનેગા મુંબઇ ઇન્‍ડિયન્‍સના કેપ્‍ટન? રોહિત-બુમરાહ કે સૂર્યકુમારઃ સાંજે જાહેરાત

નવી દિલ્‍હીઃ પાંચ વખતની ચેમ્‍પિયન મુંબઈ ઇન્‍ડિયન્‍સ આજે સાંજે ઇન્‍ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૭ની સીઝન માટે એના નવા કેપ્‍ટનની જાહેરાત કરશે. આ મહિનાની શરૂઆતમાં ફાસ્‍ટ બોલિગ ઑલરાઉન્‍ડર હાર્દિક પંડ્‍યાને પંજાબ કિગ્‍સમાં ટ્રેડ કરવામાં આવ્‍યા બાદ મુંબઈ ઇન્‍ડિયન્‍સના કેપ્‍ટનનું પદ ખાલી પડયું છે. સૂત્રોના જણાવ્‍યા મુજબ ભૂતપૂર્વ કેપ્‍ટન રોહિત શર્મા ફરી એક વાર ટીમની કમાન સંભાળે એવી પ્રબળ શક્‍યતા છે. ઇન્‍ડિયાની મેન્‍સ ટી૨૦ ઇન્‍ટરનેશનલ ટીમનો કેપ્‍ટન તિલક વર્મા વાઈસ-કેપ્‍ટન બને એવી અપેક્ષા છે, જોકે કેપ્‍ટન સાથે ડેપ્‍યુટીની જાહેરાત થશે કે નહીં એ વિશે હજી કોઈ સ્‍પષ્ટતા થઈ નથી. નેતૃત્‍વની ભૂમિકા માટે દાવેદાર ગણાતા અન્‍ય ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ અને ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવે આ વર્ષે ઇન્‍ડિયાને ટી૨૦ વર્લ્‍ડ કપમાં વિજેતા બનાવ્‍યું હતું. જ્‍યારે જસપ્રીત બુમરાહે આઇપીએલમાં ધરમશાલા ખાતે પંજાબ કિગ્‍સ સામેની મેચમાં મુંબઈ ઇન્‍ડિયન્‍સની કેપ્‍ટન્‍સી કરી હતી.

જો રોહિત શર્માના નામ પર મહોર લાગશે તો એ ટોચના પદ પર રોહિત શર્માનું પુનરાગમન હશે. રોહિત શર્માએ એક દાયકા કરતાં વધુ સમય સુધી મુંબઈ ઇન્‍ડિયન્‍સનું નેતૃત્‍વ કર્યું હતું અને પાંચ વખત ચેમ્‍પિયન બનાવ્‍યું હતું. 

(2:46 PM IST)