News of Monday, 29th June 2026
ગૌતમ ગંભીરને કોણ રાખે? આ નાનકડા દેશે ટીમ ઈન્ડિયાના કોચની ઉડાવી સરેઆમ મજાક!
સોશિયલ મીડિયા પર આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડનો મોટો કટાક્ષઃ ‘‘અમારે ત્યાં કોચ તરીકે ગંભીરની કોઈ જરૂર નથી, અમે તો...: ટ્વિટ વાયરલ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક અનોખો અને રમુજી વિવાદ સામે આવ્યો છે. ક્રિકેટ જગતમાં પોતાના રમુજી અને કટાક્ષભર્યા ટ્વિટ્સ માટે જાણીતા આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે (ત્celand Cricket) ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરને નિશાન બનાવીને ભારે ટ્રોલ કર્યા છે. આઈસલેન્ડ ક્રિકેટે સ્પષ્ટ શબ્દોમાં મજાક ઉડાવતા કહ્યું છે કે, તેઓ ગૌતમ ગંભીરને પોતાના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા બિલકુલ ઈચ્છતા નથી!
આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ શેર કરીને આ કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે, ‘‘અમે ગૌતમ ગંભીરને અમારો કોચિંગ સ્ટાફ સંભાળવા માટે કોઈ અરજી કે ઓફર કરી નથી, કારણ કે અમને એવું લાગે છે કે ટ્રોફી જીતવા કરતાં મેદાન પર આક્રમક થઈને લડાઈ-ઝઘડા કરવામાં તેમને વધુ રસ છે!'' આઈસલેન્ડે વધુમાં ટીખળ કરતા ઉમેર્યું કે, તેઓ ગંભીરના બદલે કોઈ એવા વ્યક્તિને કોચ બનાવવા માંગે છે જે શાંત રહીને ટીમમાં સકારાત્મક ઉર્જા લાવી શકે, નહીં કે મેદાન પર ગરમ મગજનો પારો બતાવે.
આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડની આ તમતમતી અને મજાકિયા પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ ગઈ છે. ક્રિકેટ ફેન્સ આ પોસ્ટ પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ આ મજાકનો આનંદ લઈ રહ્યા છે, જયારે ભારતીય ક્રિકેટપ્રેમીઓ ગંભીરનો બચાવ કરતા કહી રહ્યા છે કે ગંભીરની ક્ષમતા ભારત જેવા મોટા દેશને સંભાળવાની છે, આઈસલેન્ડ જેવા નાનકડા દેશને નહીં. જોકે, ગૌતમ ગંભીરની આક્રમક છબીને લઈને આઈસલેન્ડ ક્રિકેટે જે ટિપ્પણી કરી છે, તેણે અત્યારે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી દીધી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
