<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

હું ટીમ ઇન્‍ડિયા માટે ફરી રમવાની આશા કેમ છોડી દઉં ?

ડોમેસ્‍ટીક ક્રિકેટ મારા માટે ફાયદાકારકઃ શમી

નવી દિલ્‍હીઃન્‍યુ ઝીલૅન્‍ડની આગામી ટૂર માટે પસંદગી ન પામવા છતાં મોહમ્‍મદ શમીએ ફરી ભારત માટે રમવાની આશા છોડી નથી. ૩૬ વર્ષનો મોહમ્‍મદ શમી છેલ્લે ભારત માટે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ની ફાઇનલ મૅચમાં રમ્‍યો હતો. ત્‍યાર પછી તે ડોમેસ્‍ટિક ક્રિકેટ રમીને વારંવાર પોતાની ફિટનેસ સાબિત કરી રહ્યો છે.

મોહમ્‍મદ શમી કહે છે, ‘હું ટીમ ઇન્‍ડિયા માટે ફરી રમવાની આશા કેમ છોડી દઉં'? વ્‍યક્‍તિએ હંમેશાં આશા રાખવી જોઈએ. મારા માટે ડોમેસ્‍ટિક ક્રિકેટ રમતા રહેવું એ આઇપીએલની તૈયારીના દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક છે. જ્‍યાં સુધી હું શકય તેટલી વધુ મેચો રમતો રહીશ. ત્‍યાં સુધી મારો લય જળવાઈ રહેશે. હું હજુ પણ ઉત્તમ ફૉર્મમાં છું. આ એકમાત્ર એવી બાબત છે જે મારા નિયંત્રણમાં છે. બાકી બધું મારા હાથની બહાર છે. મારી ફિલસૂફી સરળ છે બસ રમતા રહો. હું માત્ર સ્‍થાનિક ક્રિકેટ રમવાનો આનંદ માણી રહ્યો છું.

(2:25 PM IST)