<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

રોહિત શર્માને ફરી કેપ્‍ટન બનાવવાની જાહેરાત સાંજે ૫:૪૫ વાગ્‍યે જ કેમ કરવામાં આવી?

૫ આઇપીએલ ટ્રોફી અને ૪૫ નંબરની જર્સીનો અનોખો સંગમ :૨૭ નવેમ્‍બરની તારીખનું પણ ભારતીય ટીમની કેપ્‍ટનશિપ સાથે ખાસ કનેક્‍શન

મુંબઈઃ આઇપીએલ ૨૦૨૭ ની સિઝન માટે મુંબઈ ઈન્‍ડિયન્‍સે રોહિત શર્માને ફરીથી ટીમના કેપ્‍ટન તરીકે નિયુક્‍ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત સાંજે બરાબર ૫:૪૫ વાગ્‍યે કરવામાં આવી હતી, જેના સમય અને તારીખ પાછળ છુપાયેલા ખાસ અર્થોએ ક્રિકેટ ચાહકો અને નિરીક્ષકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે.

અહેવાલો અનુસાર, રોહિત શર્મા શરૂઆતમાં કેપ્‍ટન તરીકે પરત ફરવા માટે ઉત્‍સુક નહોતા, પરંતુ આગામી સિઝન પહેલા તેઓ નેતૃત્‍વ સંભાળવા સંમત થયા હતા. ફ્રેન્‍ચાઈઝીએ જાહેરાત માટે સાંજે ૫:૪૫ વાગ્‍યાનો સમય પસંદ કર્યો તે માત્ર સંયોગ માનવામાં આવતો નથી. જોકે મુંબઈ ઈન્‍ડિયન્‍સે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ૫:૪૫ના આંકડામાં રોહિત શર્મા સાથે જોડાયેલા બે સૌથી મહત્‍વપૂર્ણ આંકડા વણી લેવામાં આવ્‍યા છે. જેમાં '૫'નો આંકડો રોહિતની કેપ્‍ટનશિપમાં મુંબઈએ જીતેલી પાંચ આઈપીએલ ટ્રોફી (૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦) દર્શાવે છે, જ્‍યારે '૪૫' એ રોહિત શર્માનો જર્સી નંબર છે, જે તેણે ફ્રેન્‍ચાઈઝી સાથેની સમગ્ર સફર દરમિયાન પહેર્યો છે. આ બંને આંકડાને ઘડિયાળના કાંટા પર ગોઠવતા ૫:૪૫નો સમય બને છે.

માત્ર સમય જ નહીં, પરંતુ ૨૭ નવેમ્‍બરની તારીખ પણ ખાસ મહત્‍વ ધરાવે છે. વર્ષ ૨૦૧૭માં ૨૭ નવેમ્‍બરના રોજ જ રોહિત શર્માને પ્રથમ વખત ભારતીય રાષ્ટ્રીય ટીમના કેપ્‍ટન તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે તેમણે વિરાટ કોહલીની ગેરહાજરીમાં મેન ઈન બ્‍લુની કમાન સંભાળી હતી. આ તારીખની પસંદગીને રોહિતની કારકિર્દીના સીમાચિホરૂપ દિવસને અપાયેલી સલામી તરીકે જોવામાં આવી રહી છે, જોકે ફ્રેન્‍ચાઈઝી તરફથી આ જોડાણની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

(10:33 AM IST)