News of Saturday, 4th July 2026
આજના મેચમાં પણ વૈભવ સૂર્યવંશીને તક નહી મળે?
સાંજે ૭ વાગ્યાથી ભારત વિ. ઈંગ્લેન્ડ જંગ : બોલીંગ કોચ નોને મોર્કલે કહ્યું કે આપણી પાસે અભિષેકના રૂપમાં નં.૧ બેટર અને સેમસન વર્લ્ડકપ જીત આપનારી ટીમનો ભાગ રહ્યો છે, આપણે તમામ ખેલાડીઅ ઉપર વિશ્વાસ રાખવો પડશે

નવી દિલ્હીઃ ભારતના બોલિગ કોચ મોર્ને મોર્કલે સંકેત આપ્યો કે, ૧૫ વર્ષીય પ્રતિભાશાળી બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ટીમના દરવાજા ખટખટાવી રહ્યો હોવા છતાં ટીમ મેનેજમેન્ટ ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માને આટલી સરળતાથી ટીમની બહાર નહીં કરે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાઈ રહેલી વ્૨૦ સિરીઝમાં અભિષેકે છેલ્લી ત્રણ ઇનિગ્સમાં એક અર્ધસદી અને ૪૯ રનની ઇનિગ રમી છે, જ્યારે સેમસને પાંચ, શૂન્ય અને એક રન બનાવીને નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. બીજી ટી૨૦ મેચની પૂર્વસંધ્યાએ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોર્કલે કહ્યું કે, આપણે એ વાતનું સન્માન કરવું જોઈએ કે આપણી પાસે અભિષેક શર્માના રૂપમાં ટી૨૦ ક્રિકેટનો નંબર વન બેટ્સમેન છે. જ્યારે સંજુ વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સંજુનું આઈપીએલમાં પણ પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આવી સ્થિતિમાં કોચિગ સ્ટાફ તરીકે ખેલાડીઓ પર ભરોસો રાખવો અને તેમનું સમર્થન કરવું યોગ્ય છે. હા, એક યુવા ખેલાડી દરવાજા ખટખટાવી રહ્યો છે અને તે ઉત્સાહજનક બાબત છે. મોર્કલે કહ્યું કે, પરંતુ મારું માનવું છે કે માત્ર આ બન્ને ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર ટીમ માટે આ એક સારો સંકેત છે કે આપણે આપણા ખેલાડીઓની પડખે ઊભા છીએ અને તેમના પર વિશ્વાસ કરીએ છીએ.
બોલિગ કોચ મોર્ને મોર્કલે એ પણ સ્પષ્ટ કર્યું કે, ટીમ મેનેજમેન્ટ બેટ્સમેનોના બેટિગ ક્રમમાં બિનજરૂરી બદલાવ કરવાના પક્ષમાં નથી, ખાસ કરીને જ્યારે તેઓ પહેલા તે જ ક્રમમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા હોય. તેમણે કહ્યું કે, આખરે તો સૌથી મહત્વની બાબત પ્રદર્શન કરવાની છે. પરંતુ અમે માત્ર બદલાવ કરવા માટે ખેલાડીઓને તેમની કુદરતી બેટિગ પોઝિશન પરથી હટાવવા માંગતા નથી. તેથી એ કહેવું એટલું સરળ નથી કે 'ચાલો, સૂર્યવંશીને રમાડી દઈએ'.ઙ્ઘ
મોર્ને મોર્કલે વધુમાં કહ્યું કે, આપણે એવા ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખવો પડશે જેમણે વર્લ્ડ કપ જીત્યા છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારબાદ જ અમે પરિસ્થિતિ અનુસાર અમારા ટોપના બેટિગ ક્રમને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરીશું.
જો કે, મોર્કલે વૈભવ સૂર્યવંશીના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી નથી, પરંતુ તેમણે કહ્યું કે, ૧૫ વર્ષીય બેટ્સમેને ભારતીય ડ્રેસિગ રૂમના વાતાવરણ અને નેટ્સની દિનચર્યામાં પોતાને ખૂબ સારી રીતે ઢાળી લીધો છે. તેમણે કહ્યું કે, તેણે ટીમમાં પોતાને ખૂબ જ સારી રીતે સામેલ કરી લીધો છે. જો તમે ખેલાડીઓના ઇન્સ્ટાગ્રામ જોશો તો તેની સાથે ઘણા ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૫ વર્ષની ઉંમરે નેટ્સ પર પ્રેક્ટિસ કરવી એ કોઈના માટે પણ દબાણભર્યો અનુભવ હોઈ શકે છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
