News of Thursday, 26th November 2026
વિમેન્સ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત ટોચના સ્થાનેઃ કાલે મલેશીયા સામે સેમીફાઇનલ સતત પાંચ જીત સાથે ભારત નંબર વન રહ્યું

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં સતત પાંચ મૅચ જીતીને ભારતીય ટીમ ૬ ટીમો વચ્ચે નંબર વનના સ્થાન પર રહી હતી. જપાન સામેની છેલ્લી મૅચમાં ભારતે ૪-૦થી વિજય મેળવ્યો હતો.
૨૭ નવેમ્બરે સેમી-ફાઈનલમાં ભારત-મલેશિયા અને જપાન-ચીનની ટક્કર થશે. ભારતીય મહિલા ટીમે વર્લ્ડ હૉકી રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચીને પહેલી વખત ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
