તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 17th April 2026
આફ્રિકાના મેદાન પર જામશે મહિલા શક્તિનો જંગ: ICC એ જાહેર કર્યું 'ચેલેન્જ ટ્રોફી'નું શિડ્યુલ!
રવાન્ડાના કિગાલીમાં 19 એપ્રિલથી પાંચ દેશો વચ્ચે ખેલાશે રોમાંચક ટી20 ટુર્નામેન્ટ : નેપાળ, ઈટાલી અને અમેરિકા જેવી ઉભરતી ટીમો વિશ્વકપના રોડમેપ માટે આમને-સામને : એસોસિયેટ દેશો માટે ક્રિકેટના નવા દ્વાર ખુલશે

રવાન્ડા: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે વેગ આપવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ કરી છે. રવાન્ડાના સુંદર કિગાલી શહેરમાં પ્રથમ 'મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટ્રોફી'નું આયોજન થવા જઈ રહ્યું છે. 19 એપ્રિલથી 2 મે સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ ઘંગા ક્રિકેટ સ્ટેડિયમના હાઈ-ટેક મેદાનો પર રમાશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા દેશોને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે જેઓ ઉભરી રહ્યા છે પરંતુ હજુ સુધી મુખ્ય પ્રવાહમાં સ્થાન મેળવી શક્યા નથી. ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટથી ખેલાડીઓને ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે.
નેપાળ ફેવરિટ અને કિંગમેકરની ભૂમિકામાં
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી પાંચ ટીમોમાં નેપાળ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યું છે. ICC રેન્કિંગમાં 21મા ક્રમે રહેલું નેપાળ આ સ્પર્ધાની સૌથી હાઈ-રેન્કિંગ ટીમ છે. તેની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ (USA), ઈટાલી, વનુઆતુ અને યજમાન રવાન્ડા પણ જીત માટે એડીચોટીનું જોર લગાવશે. ખાસ કરીને વનુઆતુએ જે રીતે ઇન્ડોનેશિયા જેવી ટીમોને હરાવીને અહીં સુધીની સફર ખેડી છે, તે જોતા આ ટુર્નામેન્ટમાં ઉલટફેર થવાની પૂરી શક્યતા છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે જ ઇટાલી વિરુદ્ધ રવાન્ડા અને નેપાળ વિરુદ્ધ યુએસએ જેવી હાઈ-વોલ્ટેજ મેચો જોવા મળશે.
ICC ની આ વ્યૂહરચના પાછળ મહિલા ટી20 વર્લ્ડ કપના વિસ્તરણનો મોટો પ્લાન છે. વર્ષ 2026 સુધીમાં મહિલા વર્લ્ડ કપમાં 12 ટીમો અને 2030 સુધીમાં 16 ટીમોને સામેલ કરવાની યોજના છે. આ ચેલેન્જ ટ્રોફીમાં ભાગ લેનારી તમામ પાંચેય ટીમોએ 2025ના પ્રાદેશિક ક્વોલિફાયરમાં પહેલેથી જ સ્થાન મેળવી લીધું છે, તેથી આ ટુર્નામેન્ટ તેમના માટે વિશ્વકપની તૈયારી કરવા માટેનું પ્લેટફોર્મ બની રહેશે. ક્રિકેટના જાણકારો માને છે કે જો આવી ટુર્નામેન્ટ્સ નિયમિત રીતે યોજાય, તો આગામી પાંચ વર્ષમાં મહિલા ક્રિકેટનું સ્તર પુરુષ ક્રિકેટ જેટલું જ સ્પર્ધાત્મક બની જશે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
