<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

મહિલા T20 વર્લ્ડ કપ 2026: ઈંગ્લેન્ડના મેદાન પર જામશે જંગ, ભારત-પાકિસ્તાન ટક્કર સાથે રમાશે કુલ 33 મેચો, જુઓ સંપૂર્ણ શિડ્યુલ

ઇંગ્લેન્ડના 7 ઐતિહાસિક મેદાનો પર 12 ટીમો વચ્ચે ખેલાશે વિશ્વકપનો મહાસંગ્રામ: 12 જૂનથી શરૂઆત અને 5 જુલાઈએ લોર્ડ્સના મેદાન પર રમાશે ફાઈનલ જંગ

લંડન : ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર છે! IPL 2026 ના સમાપન બાદ હવે મહિલા ક્રિકેટનો સૌથી મોટો ઉત્સવ એટલે કે 'મહિલા T20 વર્લ્ડ કપ 2026' ઈંગ્લેન્ડમાં યોજાવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની 10મી આવૃત્તિમાં કુલ 12 ટીમો ભાગ લેશે અને 24 દિવસમાં 33 રોમાંચક મેચો રમાશે. ભારતીય મહિલા ટીમ આ વખતે નવા જોશ સાથે મેદાનમાં ઉતરશે, કારણ કે તેઓ ગત વર્ષે જ ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચી ચુક્યા છે. ટૂર્નામેન્ટની શરૂઆત યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચથી થશે, પરંતુ વિશ્વભરના ચાહકોની નજર 14 જૂને રમાનારી ભારત-પાકિસ્તાન હાઈ-વોલ્ટેજ મેચ પર ટકેલી છે.

ટૂર્નામેન્ટના ફોર્મેટ મુજબ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ જેવી મજબૂત ટીમો છે, જ્યારે ગ્રુપ B માં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા તેની પાંચ મેચો અલગ-અલગ શહેરોમાં રમશે. 30 જૂન અને 2 જુલાઈએ સેમીફાઈનલ રમાશે અને 5 જુલાઈએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર વિશ્વ ચેમ્પિયનનો નિર્ણય થશે.

ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ સમયપત્રક (ગ્રુપ સ્ટેજ):

14 જૂન: ભારત vs પાકિસ્તાન (બર્મિંગહામ)

17 જૂન: ભારત vs નેધરલેન્ડ (લીડ્સ)

21 જૂન: ભારત vs દક્ષિણ આફ્રિકા (માન્ચેસ્ટર)

25 જૂન: ભારત vs બાંગ્લાદેશ (માન્ચેસ્ટર)

28 જૂન: ભારત vs ઓસ્ટ્રેલિયા (લંડન - લોર્ડ્સ)

(8:00 PM IST)