<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

આવતીકાલથી યુવા બ્રિગેડનું મિશન ઝિમ્‍બાબ્‍વે, શ્રેયસ ઐયરના નેતૃત્‍વમાં ટીમ ઈન્‍ડિયા જીત સાથે કરશે ધમાકેદાર પ્રારંભ

હરારેમાં સાંજે ૪:૩૦ વાગ્‍યે રમાશે પ્રથમ મુકાબલોઃ ઇશાન કિશન અને શિવમ દૂબે જેવા વિસ્‍ફોટક ખેલાડીઓ પર રહેશે નજર, વરુણ ચક્રવર્તીના સ્‍થાને રવિ બિશ્નોઈની એન્‍ટ્રી

હરારે,તા.૨૨: ભારત અને ઝિમ્‍બાબ્‍વે વચ્‍ચેની ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય સીરિઝનો કાલે એટલે કે ૨૩ જુલાઈથી ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. સીરિઝની પ્રથમ મેચ આવતીકાલે સાંજે ૪:૩૦ વાગ્‍યે હરારે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ખાતે રમાશે, જેના માટે બંને ટીમો સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે. આ પ્રવાસ માટે ભારતીય પસંદગીકારોએ સિનિયર ખેલાડીઓને આરામ આપીને યુવા અને આક્રમક ખેલાડીઓથી સજ્જ ટીમ મોકલી છે. ટીમની કમાન સ્‍ટાર બેટ્‍સમેન શ્રેયસ ઐયરના હાથમાં સોંપવામાં આવી છે, જ્‍યારે પ્રતિભાશાળી બેટ્‍સમેન તિલક વર્માને વાઇસ-કેપ્‍ટનની જવાબદારી મળી છે. પૂર્વ દિગ્‍ગજ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણ આ પ્રવાસમાં મુખ્‍ય કોચ તરીકે યુવા ખેલાડીઓનું માર્ગદર્શન કરી રહ્યા છે.

આ સીરિઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમમાં એક મોટો ફેરફાર જોવા મળ્‍યો છે. સ્‍ટાર સ્‍પિનર વરુણ ચક્રવર્તી ઇજાના કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયા છે, અને તેમના સ્‍થાને પસંદગીકારોએ ડાબોડી સ્‍પિનર રવિ બિ‘ોઈને ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ અત્‍યંત મજબૂત દેખાઈ રહી છે, જેમાં ઓપનર અભિષેક શર્મા, ફિનિશર રિંકુ સિંહ અને યુવા સેન્‍સેશન વૈભવ સૂર્યવંશી જેવા આક્રમક બેટ્‍સમેનો ઉપલબ્‍ધ છે. વિકેટકીપિંગની જવાબદારી સંભાળવા માટે અનુભવી ઇશાન કિશન અને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્‍થાન મેળવનાર પ્રભસિમરન સિંહ રેસમાં છે. ઓલરાઉન્‍ડર તરીકે શિવમ દૂબે અને હર્ષ દુબે ટીમની તાકાત વધારશે. જ્‍યારે બોલિંગ વિભાગમાં મયંક યાદવ પોતાની એક્‍સ-ેસ સ્‍પીડથી ઝિમ્‍બાબ્‍વેના બેટ્‍સમેનોને પરેશાન કરવા તૈયાર છે, જેને યશ ઠાકુર, અશોક શર્મા અને પ્રિન્‍સ યાદવનો સાથ મળશે. ઝિમ્‍બાબ્‍વેની ટીમ પોતાના ઘરઆંગણે સિકંદર રઝાની આગેવાનીમાં ભારતને ટક્કર આપવાનો પ્રયાસ કરશે, પરંતુ કાગળ પર ભારતની યુવા બ્રિગેડનું પલડું ભારે લાગી રહ્યું છે.

ભારતની સ્‍ક્‍વોડઃ શ્રેયસ ઐયર (કેપ્‍ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્‍ટન), અભિષેક શર્મા, રિંકુ સિંહ, વૈભવ સૂર્યવંશી, સૂર્યાંશ શેડગે, ઇશાન કિશન (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શિવમ દૂબે, હર્ષ દુબે, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા અને પ્રિન્‍સ યાદવ.

(3:02 PM IST)