તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 25th April 2024
બકવાસ પ્રચારમાં પ્રશ્નો સ્વાહા
આક્ષેપો-ઢંગધડા વગરની વાતો ડીએનએ ટેસ્ટીથી માંડીને નપૂસંકતાના પ્રમાણ પત્રો...GSTની મગજમારી અંગે ભાજપીઓ ચર્ચા કરે...
અમેઠી બેઠક ફરીથી ચર્ચાનું કેન્દ્ર બનવા જઇ રહી છે. આ બેઠક પર કોંગ્રેસ સ્મૃતિ ઇરાની સામે રોબર્ટ વાઢરાને મેદાનમાં ઉતારે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. જંગ એક તરફી રહેવાને બદલે કસોકસનો બને તો જ રાજનીતિની તાકાતના પારખા થાય. ચૂંટણીઓ તટસ્થ ઉપરાંત રાષ્ટ્રના હિતને કેન્દ્રમાં રાખીને યોજાવી જોઇએ. વર્તમાન ચૂંટણીઓ સ્વહિત-પક્ષહિતને કેન્દ્રમાં રાખીને યોજાઇ રહી છે. પ્રચારમાં કરોડો રૂપિયાનો ધૂમાડો થાય છે, પરંતુ કારણ વગરનો બકવાસ અને વિવાદો સિવાય લોકોને કંઇ પ્રાપ્ત થતું નથી.
તંદુરસ્ત લોકશાહી તેને કહેવાય કે, જે સ્તરની ચૂંટણી હોય તે સ્તરના પ્રશ્નોની પરિણામલક્ષી ચર્ચા થાય. આવું કંઇ થતું નથી. રાષ્ટ્રીયસ્તરથી માંડીને લોકલ નેતા-નેતીઓ આક્ષેપો અને ઢંગધડા વગરની વાતો કરતા નજરે પડે છે. હરીફ પર બેફામ આક્ષેપો કરવા એ સાવ સામાન્ય બાબત બની ગઇ છે.
સૌરાષ્ટ્રમાંથી ફાલતુ નેતાએ રાહુલ ગાંધીને નપૂસંક હોવાનું પ્રમાણ પત્ર આપ્યું. કેરલના એક નેતાએ રાહુલના ડીએનએ ટેસ્ટની માંગણી કરી. આવા બકવાસનો કોંગીજનો જવાબ આપી રહ્યા છે. દરેક પક્ષોની કોમન બાબત એ છે કે, ટોચથી માંડીને તળિયાના નેતાઓ પ્રચારમાં મગજ વગરની વાતો કરે છે.
વાસ્તવમાં આ લોકસભાની ચૂંટણી છે. રાષ્ટ્રીયસ્તરના પ્રશ્નો અંગે ગંભીર ચર્ચા થવી જોઇએ. દેશમાં કરોડો વ્યાપારીઓ જીએસટીના કારણે ત્રાહીમામ છે. સરકાર કરોડો રૂપિયા ઉસેડીને વ્યાપારીઓને મગજના દુઃખાવાની ગિફટ આપે છે. આ ખતરનાક સમસ્યા અંગે ભાજપના બહાદુર નેતાઓ વકતવ્ય આપી શકે તેમ છે...?
આવા અસંખ્ય રિયલ પ્રશ્નો દેશ સામે છે, તેની ચર્ચા કે ચિંતા વગર જ ચૂંટણી પૂરી થઇ જાય તો દેશને પારાવાર નુકસાન થાય છે. લોકોને મૂરખ બનાવવામાં નેતાઓની માસ્ટરી છે. ખાસ કરીને પ્રચારને આડા પાટે ચઢાવી દેવામાં ભાજપ માહેર છે. લોકોએ ભાજપીઓને રિયલ મુદ્્ે જ ચર્ચા કરવા આગ્રહ કરવો જોઇએ. આવા મુદ્્ે ચર્ચા ન કરે તો તેની સભાનો બહિષ્કાર પણ કરવો જોઇએ.
લોકો જાગૃત થશે તો જ નેતાઓ સાચી દિશામાં વળવા મજબૂર થશે. પ્રચાર કરવા આવનારે વિવિધ મુદ્ાઓનો અભ્યાસ કરવો પડશે. દરેક પક્ષો સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરે છે, આ પ્રચારકો કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને દેશભરમાં ઉડાઉડ કરે છે, પરંતુ પ્રચારકોમાં અભ્યાસુ કેટલા? ઘણાં પક્ષો અભિનેતાઓ તથા ક્રિકેટરોને પ્રચારમાં ઉતારે છે. લોકોએ સ્પષ્ટ કહેવું જોઇએ કે, ચૂંટણીએ મનોરંજન નથી. પ્રશ્નો ઉકેલવાની ત્રેવડ હોય તેવા નેતાઓનું જ કામ છે, ફાલતુ તત્વોને લોકોએ ફગાવી દેવા જરૂરી છે.
વર્તમાન સમયમાં બકવાસ પ્રચારમાં મહત્વના પ્રશ્નો સ્વાહા થઇ રહ્યા છે, લોકોએ આવા નેતાઓને સહન કરવા જરૂરી નથી.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
