તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Tuesday, 21st May 2024
મીડિયા જગત નિશાન પર...
રાહુલ બાદ મોદીજીએ પણ ઝાટકણી કાઢીઃ આધી હકીકત, આધા ફસાના..
ભારતની સૌથી મોટી સમસ્યા એ છે કે, કોઇ ક્ષેત્રને ખુદની ખામી દેખાતી નથી, બધાં એક-બીજાની ખામી ઉજાગર કરવામાં વ્યસ્ત અને મસ્ત રહે છે. ખુદની ખામી શોધીને તેને દૂર કરવાની પ્રવૃત્તિ થઇ હોત તો આજે દેશ સ્વર્ગથી પણ સુંદર બની ગયો હોત. બીજાને ઝાટકતા રહે છે. સંસદ, બ્યુરોકેસી, ન્યાય તંત્ર, મીડિયા... એક-બીજાને વિલન ગણાવતા રહે છે. લોકશાહીનો સૌથી વધારે પાવર લોકો પાસે ગણાય છે, પણ આમજને તો સહન જ કરતા રહેવાનું...
તાજેતરમાં વડાપ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં ખુલ્લે-આમ કહ્યું કે, મીડિયા તટસ્થ નથી રહ્યું. પોતાને અગ્રણી ગણાતા પત્રકારોને મોદીજીએ મોઢામોઢ કાયર - કહ્યા. અગ્રણી ગણતા પત્રકારો સાંભળતા પણ રહ્યા.
મોદીજીની વાત સાવ ખોટી નથી, પણ મુખ્ય સવાલ છે કે, મોદીજી જે ક્ષેત્રમાં છે એ રાજનીતિની ઓછી ખામી છે...? આમાં પણ માઇક્રોમાં જાવ તો મોદીજીનો જ પક્ષ ભાજપ દૂધે ધોયેલો છે...? આ બધું સુધારવાને બદલે મોદીજી મીડિયાની ખામી જુએ છે.
તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પણ મીડિયાને ઝાટકતા કહ્યું હતું કે, ન્યુઝ ચેનલોમાં એક જ ચહેરો વારંવાર દર્શાવાય છે, મીડિયામાં આમજનની વાત થતી નથી...
મીડિયા સામે આંગળી ચીંધનારા પોતાના પક્ષની ખામી દૂર કરવા કંઇ કરતા નથી. અમે બદલાશું નહિ, તમારામાં સુધારો લાવો, આવી વૃત્તિ દેશમાં હાવી થઇ ગઇ છે.
મીડીયા જગત પણ વખાણવાલાયક રહ્યું નથી, એ હકિકત છે. ૮૦ ટકાથી વધારે મીડિયા મુજરા કે તાંડવ જ કરતા રહે છે. સેટિંગ, કવર, દાદાગીરી અથવા આજીજી મીડિયા જગતની મુખ્ય પ્રવૃતિ બની ગઇ છે. આ કારણે મનોબળ નબળું પડયું છે અને પોતાને મોટાભા ગણાવતા પત્રકારો કાયર શબ્દને નીચી મૂંડી કરીને સાંભળી લે છે.
મહત્વની બાબત એ પણ છે કે, જેમ દરેક ક્ષેત્રમાં નાલાયકી છે તેમ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પણ છે. મીડિયા જગતમાં પણ સકારાત્મકતા-તટસ્થતા અને સમજદારી છે જ, પરંતુ તે લઘુમતીમાં છે. જવાબદારીના ભાનવાળા મીડિયા કે મીડિયા કર્મીને અન્યની હરોળમાં ગણી લેવા એ તેમનું અપમાન છે.
મોદીજીએ અભિપ્રાય આપતા પૂર્વે આ બાબતની કાળજી રાખી હોત તો યોગ્ય ગણાત. જો કે વડાપ્રધાનને અભિનંદન એટલે આપવા પડે કે, મીડિયા જગતમાં રાષ્ટ્રીયસ્તરે ઘણાં પોતાને સિંહ ગણાવે છે. આવા સિંહોને બેધડક ડરપોક સસલાં કહી દેવા એ અસામાન્ય હિંમતનું કામ છે. તકલીફ ત્યારે થાય કે, રાહુલ જેવા નિષ્ફળ શિરોમણી મીડિયાને ઝાટકે એ અસહય ગણાય. પોતે વેન્ટીલેટર પર છે. અને અન્યની શરદીની ટીકા કરે છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
