News of Thursday, 30th May 2024
આભા બદલવાની સરકારને તક
રાજકોટ અગ્નિકાંડમાં આક્રમક વલણ નક્કર સજા સુધી પહોચે તો ઐતિહાસિક બહુમતી સાર્થક ગણાશે
રાજકોટના અગ્નિકાંડનો મુદ્ે રાજયભરમાં છવાઇ ગયો છે. નિખાલસ બનીને વાત કરીએ તો પ્રારંભમાં લાગતું હતું કે, સરકાર આક્રમક હોવાનો દેખાવ કરીને સમય જતાં ભીનું સંકેલી લેવાશે. મોટાભાગની ગંભીર ઘટનાઓમાં છેલ્લા દશેક વર્ષથી આવું જ ચાલી રહ્યું છે.
જો કે રાજકોટના કાંડમાં ગુજરાત સરકારે આક્રમકતા અને સક્રિયતાના દર્શન કરાવ્યા છે. ધડાધડ નિર્ણયો થયા, તંત્રના મોટા માથા સામે પગલાં જાહેર થયા. ઉચ્ચ અધિકારીઓ પણ પૂછપછરના દાયરામાં આવી ગયા. તીવ્ર ગણાતા ભ્રષ્ટ જીવડાને ઉઠાવી લેવાયા.
આ પગલાં આશ્ચર્યજનક છે. તટસ્થ રહીને ગુજરાતના દશ વર્ષ પર નજર કરો. હાહકાર મચાવનારા પ્રકરણો પર મોટી-મોટી વાતો જ થઇ, અંદરખાને ભીનું જ સંકેલાયું છે. આ કારણે ગુજરાત સરકારની આભા ડલ થઇ ગઇ હતી. આવી આભાના કારણે રાજકોટના અગ્નિકાંડમાં પણ શાસકો વધારે કંઇ ઉકાળશે નહિ તેવું અનુમાન હતું.
જો કે છેલ્લા દશ વર્ષના ગાળામાં સરકારે પ્રથમ વખત પાવરના દર્શન કરાવ્યા છે. વહીવટી તંત્રની ભયંકર ગંદકીમાં સરકારે હાથ નાખ્યો છે. આ હિંમતનું કામ છે, પણ કબ્જે કરી હતી.
ગમે તે કારણોસર આ મુદ પર પડદો પડી ગયો હતો. ગેમઝોનમાં દરરોજ પાર્ટીઓ થતી હતી, તેવી વાતો પણ સોશિયલ મીડિયામાં વહે છે. ઘણાં કહે છે કે, પીવાનું લાયસન્સ પણ હતું.
આ મુદ્ે તપાસનો નથી ? લાયસન્સ હોય તો પણ પાર્ટીઓ કરવાના પરવાના મળે ? દારૃ-બિયરનો જથ્થો કયાંથી આવતો હતો...? કોને - કેટલી રકમ પહોચતી હતી...? ઘણાં ને તો એવી પણ શંકા છે કે, ગેમઝોન દારૃનું નેટવર્ક ચલાવતું હતું. આ દરેક મુદ્ તપાસનો વિષય છે જ. તપાસમાં હપ્તાખોરોથી માંડીને બુટલેગર નેટવર્ક અને તેના બોસના પર્દાફાસ થવા જોઇએ.
દારૃનો મુદ્ે ગેમઝોન માટે તો મહત્વનો છે જ, પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે પણ અતિ મહત્વનો છે. ગેમઝોનમાં તો એક વખત ભડકો થયો છે, દારૃના કારણે તો શેરીએ-શેરીએ અનેક પરિવારોમાં દરરોજ ભડકા થાય છે. ગેરકાયદે પ્રવૃતિમાં અસંખ્ય પરિવારો બરબાદ થયા છે અને થઇ રહ્યા છે.
આ દૃષ્ટિકોણથી પેટ્રોલ-ડીઝલ કરતા પણ દારૃ-બિયરનો મુદ્ે વધારે મહત્વનો છે. રાજકોટના નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતાની સાથે જ આક્રમક વલણ રજૂ કર્યુ છે. આ કારણે આશા જાગી છે કે, ગેમઝોનમાં દારૃના મુદ્ના મૂળ પણ ભેદાશે. આવું થશે તો અનેક પરિવારોના ભડકા પણ ઠરશે. દારૃનો મુદ્ે મોટાભાગનાં મીડિયા ચગાવશે નહિ, કારણ કે...
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
