તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
હાજીહા નેતાગીરીથી મુકત થવું જરૂરી
ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ બદલાઇ રહયા છે ત્યારે નીતિ પરિવર્તન પણ અનિવાર્ય
પ્રફુલ્લ પટેલ બાદ કર્ણાટકી નેતા ગોપીએ પણ ખેલ નાખ્યો. શપથ લીધાના કલાકોમાં ગોપીએ કેન્દ્રિય પ્રધાન મંડળમાંથી મુકત કરવા માંગ કરી! આવા ખેલ ચાલતા રહેશે તો સરકાર પ્રભાવહીન બની જશે.
ત્રીજી વખત મોદી સરકાર રચાઇ, પણ ભાજપને ચુંટણીમાં તીવ્ર ફટકો પડયો છે. મતદાન સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ નિવેદન કર્યુ હતું કે, હવે ભાજપ સક્ષમ છે, સંઘની અમને જરૂર નથી... સંઘ થી દુર જવા ઇચ્છતો ભાજપ હવે નીતિશ અને ચંદ્રાબાબુ જેવા ફાલતુ સામે મુજરા કરવા મજબુર બન્યો છે.
એક બેઠક જીતનાર અજીત પવારના નેતા પ્રફુલ પટેલ પણ ભાજપની આબરૂ બગાડવા શકિતમાન બની ગયા છે. કર્ણાટકી નેતા ગોપી તો ભાજપી જ છે, પણ પક્ષના જ ધજાગરા ઉડાવી રહયા છે.
વિશ્વના સૌથી મોટા પક્ષ ભાજપની આ અવદશા છે. જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધીના નેતાઓ પ્રધાન મંડળમાં ગોઠવાઇ ગયા છે, મતલબ એ થાય કે, પક્ષની નેતાગીરીમાં ધરખમ પરિવર્તન આવી રહયું છે. નેતાગીરી બદલવા સાથે પક્ષની નીતિ પણ બદલવી ᅠજરૂરી બની છે. રાષ્ટ્રીય અધ્યક્ષપદથી માંડીને રાજયોના પક્ષના હોદા અને સરકારોમાં મોટા-ભાગે હાજીહા કરનારા નેતાઓને ગોઠવી દેવાયા છે. આ નેતાઓ હાજીહા કરતા રહયા અને પક્ષની પથારી મહત્વની ચુંટણીમાં જ ફરી ગઇ.
અન્યત્ર તો ઠીક, મોદીજી-શાહજીના ગુજરાતમાં પણ ચુંટણીમાં બેભાન કોંગ્રેસી સ્ફૂર્તિમાં આવી ગઇ. ગુજરાતમાં મહાકાય પદો પર ત્રેવડ વગરના નેતા-નેતીઓ ગોઠવાયેલા હતા. આ નેતાઓ પાસે ઐતિહાસિક બહુમતી છે, પણ પક્ષની આબરૂ પણ સાચવી શકયા નહિ.
ગુજરાતમાં આક્રમકતાથી લોકોના કામ કરવાને બદલે બબૂચક ભાજપીઓએ બેભાન, કોંગ્રેસનું અસ્તિત્વ મીટાવવા સાવ ફાલતુ કોંગ્રીજનોને પક્ષમાં સ્થાન આપ્યું કોંગ્રેસને ચારેબાજુથી તોડી નાખી, ચુંટણીમાં પરીણામ શું આવ્યું? તૂટેલી કોંગ્રેસ મજબૂત બનીને બહાર આવી અને ભાજપ નબળો પડયો.
આવી નીતિ અને આવા નેતાઓને ભાજપે પદમુકત કરીને કામ કરવાની ત્રેવડ ધરાવતા હોય તેવા નેતાઓને પક્ષમાં અને સરકારમાં ગોઠવવા પડશે. આર.એસ.એસ. સાથે પણ તાલમેલ રાખવો પડશે. અન્ય પક્ષોને તોડવાને બદલે ભાજપને મજબૂત કરનારાઓને પાવર આપવો પડશે.
એક બાબત સ્પષ્ટ યાદ રાખવી પડશે કે, ચુંટણી પરિણામોથી માત્ર ભાજપ જ નબળો નથી પડયો, હિન્દુત્વની વિચારધારાને પણ ફટકો પડયો છે. આ બાબત અતિ ગંભીર છે. ભાજપે હવામાં રહેવાને બદલે અતિ ગંભીરતાથી નકકર ડેમેજ કન્ટ્રોલ કરીને નકકર વિચારધારા તરફ જવું પડશે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
