<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

સંઘમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ....

ભાજપીઓ દોઢા થવા ગયા, અડધા થઇ ગયાઃ ફરીથી મૂળ ટ્રેક પર આવવું અનિવાર્ય

‘ભાજપ હવે આત્‍મનિર્ભર બની ગયો છે, અમને આર. એસ. એસ. ની જરૂર નથી...' મતદાનના તબકકા ચાલુ હતા ત્‍યારે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડ્ડાએ આ નિવેદન આપ્‍યું હતું. હવામાં ઉડી રહેલા ભાજપીઓની પરિણામોમાં પથારી ફરી ગઇ. સંઘની જરૂર નથી નો બકવાસ કરનારા ભાજપીઓ હવે સત્તાનો શ્વાસ લેવા ફાલતુ પક્ષો જેડીયુ - ટીડીપી સામે મુજરા કરી રહ્યો છે.

દશેક વર્ષ થોડી મજબૂતી મળી તેમાં ભાજપીઓ બાપુજીને ભૂલી ગયા. ભાજપી નેતાઓ ૪૦૦ ના તોરમાં રહ્યા. દોઢા થવા ગયા, અડધા થઇ ગયા. ભાજપની આ ભૂલ માત્ર પક્ષને જ નહિ, પણ હિન્‍દુત્‍વ વિચારધારાને ભારે પડી છે.

હિન્‍દુત્‍વનું આત્‍મબળ અને તાકાત ઘટી છે. નકારાત્‍મક શકિતઓને બળ મળ્‍યું છે. અસ્‍તિત્‍વ માટે ઝઝૂમતી કોંગ્રેસ મજબૂત બની ગઇ છે. લોકસભામાં ભાજપને એકલા હાથે સ્‍પષ્‍ટ બહુમતી ન મળતા ગજબ નુકશાન થયું છે. આંધ્રમાં ચંદ્રાબાબુ ભાજપના ટેકાથી વટથી મુસ્‍લિમોને અનામત આપશે. નીતિ જેવા નેતા બિહારમાં ધાર્યુ કરશે.

વિચારધારાને પ્રત્‍યક્ષ-પરોક્ષ અતિ નુકસાન થયું છે. ભાજપનો અહમ હિન્‍દુત્‍વને ભારે પડયો છે. આ મામલે ભગવતજીએ સ્‍પષ્‍ટ શબ્‍દોમાં વાત કરી છે. જો કે કેન્‍દ્રમાં સત્તા જળવાઇ છે એ થોડી રાહતની બાબત છે, પણ સત્તા જાળવી રાખવી અઘરી છે.

ગુજરાતમાં દોઢો થવા ગયેલો ભાજપ નબળો પડયો, ચૂંટણીમાં વારાણસીમાં ખુદ મોદી મત ગણતરીના બે રાઉન્‍ડમાં પાછળ ચાલતા હતાં. જીતી ગયા, પણ ગયા વખત કરતા મોદીજીની લીડ અડધી થઇ ગઇ છે. આ પરિણામો ગંભીર ચેતવણી આપનારા છે.

દશ વર્ષ ભાજપ મજબૂત થયો અને સંઘને તડકે મૂડીને ભાગવાની વૃત્તિ રાખી. ભાજપીઓ ઉઘાડા પડી ગયા છે. ગજબ તો એ છે કે, સંઘને દૂર કરીને ભાજપ મુસ્‍લિમ મતો અંકે કરવાની રણનીતિ ધરાવતો હતો. ભાજપને હિન્‍દુ મતદારો પર વિશ્વાસ ન હતો એ સાબિત થાય છે. ગુજરાતમાં પણ હિન્‍દુત્‍વની વાતો કરીને ભાજપીઓ રાત્રે લીલા વષાો પહેરીને મુજરા કરતા હતાં. લઘુમતી ગુંડાઓને છૂટો દોર આપી દેવાયો હતો. સમગ્ર ગુજરાત જોખમી સ્‍થિતિમાં આવી ગયું છે.

આ રાજકીય પાપ છે. ભાજપમાં એટલા બધા કોંગ્રેસીઓ ઘુસી ગયા છે કે, સમગ્ર ભાજપ નકલી કોંગ્રેસ જેવો બની ગયો છે. આ બધું થયા પછી પણ ભાજપ મજબૂત થવાને બદલે વિપક્ષે મજબૂત થયા.

ભૂતકાળમાં અડવાણીએ આવી પથારી ફેરવી હતી. લઘુમતી મતો મેળવવા અડવાણી લીલા રંગે રંગાઇ ગયા હતાં. ચૂંટણીમાં ભાજપ એવો પછડાો કે દશ વર્ષ ઉભો થઇ શકયો ન હતો. ફરીથી ભાજપે એવું જ પાપ કર્યુ, હવે સત્તા જાળવવા ચંદ્રાબાબુઓ સામે કથ્‍થક કરે છે.

હજુ મોડું નથી થયું, ભાજપે દોઢા થવાને બદલે ડાહયા થવું પડશે. વ્‍યકિતગત તાકાત વધારવાને બદલે વિચારધારાની તાકાત વધારશે તો જ અસ્‍તિત્‍વ ટકશે. ભાગવતજી અને યોગીજી વચ્‍ચે બેઠક થઇ રહી છે. ભાજપે સંઘના બાપુજી બનવાને બદલે સુપુત્ર જ રહેવું પડશે. જાગ્‍યા ત્‍યારથી સવાર-લીલા રંગે રંગાવાને બદલે ભગવાને ઘટ્ટ બનાવવો પડશે. સંઘમ્‌ શરણમ્‌ ગચ્‍છામિ....

(10:21 AM IST)