હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એલોને દુખતી નસ દબાવી દીધી !
એલોન મસ્કે ઇવીએમ પર નિવેદન આપ્યું અને ભારતની રાજનીતિમાં ભૂત ફરીથી જાગૃત થયું...!
ચૂંટણીમાં ભાજપની ધારણાથી પરિણામો થોડા વિપરીત આવ્યા, પણ મોદી સરકાર યથાવત રહી. મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો નિર્ણય લેવાયા બાદના પ્રવચનમાં મોદીજીએ કહ્યું હતું કે, મત મશીનો ગુજરી જતા બચી ગયા...
આ ટોણો વિપક્ષ પર હતો. ભારતમાં રાજકીય પરંપરા બની ગઇ છે કે, વિપક્ષ માટે ચૂંટણીના પરિણામો નબળા આવે તો એ મત મશીનને જવાબદાર ગણી લે છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને ફાયદો થયો છે, તો ઇવીએમ પર કોઇ જ સવાલ ઉઠયો નહિ. આ મામલે મોદીજીએ ટોણો માર્યો હતો.
જો કે મત મશીનોના નસીબ જ સારા દેખાતા નથી. તાજેતરમાં વિશ્વના ધનાઢય વ્યકિત એલોન મસ્કે ભારત સરકારની દુખતી નસ જાણતા કે અજાણતા દબાવી દીધી. મસ્કે કહ્યું કે, અમેરિકામાં બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઇએ, મત મશીનો ભરોસોપાત્ર નથી...
અમેરિકાની ચૂંટણી સંદર્ભે થયેલા આ નિવેદનની તીવ્ર અસર ભારતમાં થઇ. વિપક્ષને ગમતો મુદ્્ો મળી ગયો. રાહુલથી માંડીને અખિલેશ યાદવ સુધીના નેતાઓ એલોન મસ્કના ટેકેદાર બની ગયા. ઇવીએમ અંગે બેફામ નિવેદનો થવા લાગ્યા. વિપક્ષને ફાવતો મુદ્્ો મળી ગયો. આ સામે આヘર્યરૂપે ભારત સરકાર પણ મેદાનમાં આવી ગઇ.
મોદી સરકારના પ્રધાન મીડિયા સામે આવીને ખુલાસા કરવા લાગ્યા. ભારતીય મત મશીનો નેટ-બ્લુ ટૂથ-સાથે કનેકટ નથી. તેમાં ગોટાળા શકય નથી, આવા નિવેદનો પ્રધાનો અને ભાજપના નેતાઓ આપવા લાગ્યા.
આવા ખુલાસા કરવા વધારે પડતા ગણાય. ભારતમાં ઇવીએમ વિવાદોમાં સુપ્રીમ કોર્ટે પણ ચૂકાદા આપી દીધા છે. ચૂંટણી પંચે હજાર વખત ખુલાસા કરી દીધા છે. મત મશીનોમાં ગોટાળા સાબિત કરવા ટેકનિકલ નિષ્ણાતો અને રાજકીય પક્ષોને પડકારો કરી દીધા હતાં. કોઇ સામે આવ્યું ન હતું. આટલું થયા બાદ પણ સરકાર અને સત્તાધારી પક્ષ મરણિયા બનીને કાયમ ખુલાસા કરતા રહે છે તે આヘર્યજનક છે. વિપક્ષને તો પરાજયનું ઠીકરું ફોડવા ઇવીએમનું માથું ફાવી ગયું છે. લોકોને પણ ખ્યાલ આવી ગયો છે કે, વિપક્ષની આ ટ્રીક છે, હારે તો ઇવીએમ જવાબદાર અને જીતો તો રાહુલ ગાંધીનો ચમત્કાર...!
ગઇકાલે અખિલેશ યાદવે નિવેદન આપ્યું કે, ઇવીએમથી જ ચૂંટણી કરવાની ભાજપ શા માટે જીદ કરે છે...? આવા ફાલતુ સવાલો વિપક્ષનું નીચું બૌધ્ધિકસ્તર દર્શાવે છે. આધુનિક યુગમાં ટેકનોલોજી વિકસી છે. સવા અબજનો વસ્તી ધરાવતા વિરાટ દેશમાં ચૂંટણીમાં ટેકનોલોજીનો ઉપયોગ કેમ અવગણી શકાય? હજુ તો આપણે ઓનલાઇન વોટિૅગની સુવિધા તરફ જવાનું છે.
એલોન મસ્કે મોદી સરકારની દુખતી નસ દાબી દેતા મત મશીનનો ફરીથી ચર્ચામાં આવી ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
