<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

મંગલ પ્રારંભઃ અમંગલ એંધાણ

લોકસભા શરૂઃ રાષ્‍ટ્રીય-આંતર રાષ્‍ટ્રીય પડકારો સામે સરકાર સક્ષમ, પણ સાથી પક્ષો- વિપક્ષોના પડકારો...

રાહુલભાઇ બોલ્‍યા હતા, ‘સરકાર તૂટશે, અમારી સરકાર રચાશે,' આ નિવેદન બાદની ઇન્‍ડિયા મોરચાની સ્‍થિતિ જાણો... દિલ્‍હીમાં કોંગ્રેસ-આપ સામસામે આવી ગયા છે. મહારાષ્‍ટ્રમાં ઉધ્‍ધવ ઠાકરેના પક્ષે કોંગ્રેસને પૂછયા વગર ઉમેદવારો જાહેર કરી દીધા છે. યુપીમાં સપા-કોંગ્રેસ વચ્‍ચે તનાવ સર્જાયો છે. આ સામે એન.ડી.એ. માં હજુ બધું ઠીકઠાક લાગે છે, પણ એ રાજકીય સમય કેટલો સમય ઠીક રહેશે ? આ સવાલનો જવાબ કોઇ સામે નથી.

રાજકીય અરાજક જેવી સ્‍થિતિમાં આજથી લોકસભામાં મંગલ પ્રારંભ થયો છે. ૧૮ મી લોકસભાનું પ્રથમ સત્ર વિશેષ સત્ર છે. ૩ જુલાઇ સુધી. વિશેષ સત્ર ચાલશે. આ વખતે ગૃહનું ગણિત વિશેષ છે. વિપક્ષ ગૃહનું ગણિત વિશેષ છે. વિપક્ષ મજબૂત છે. ર૩૦ બેઠકો તેમની સાથે છે. ભાજપ પાસે ર૪૦ બેઠકો છે, પણ સરકાર સાથી પક્ષોની રહેમ પર અસ્‍તિત્‍વ ધરાવે છે.

વડાપ્રધાન મોદીજીનું વ્‍યકિતત્‍વ વિશિષ્‍ટ છે. તેઓ અસરકારક-નિર્ણાયક - આક્રમક અને અનુભવી નેતા છે. ત્રણેક દાયકાથી નિરંતર સત્તા ઉપર છે. કુદરતી-માનવ સર્જિત આફતોથી માંડીને રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય પડકારો ઝીલવાની ક્ષમતા ધરાવે છે.

નોંધવા જેવી બાબત એ છે કે, ગુજરાતની સત્તા હોય કે કેન્‍દ્રની, મોદી સરકારે કયારેય મજબૂત વિપક્ષનો અનુભવ કર્યો નથી. મોદીજીએ સાથી પક્ષો સાથે સરકાર ચલાવી છે, પરંતુ કયારેય સાથી પક્ષોની અનિવાર્યતાનો અનુભવ કર્યો નથી.

ત્રીજી ટર્મમાં મોદી સરકાર પ્રત્‍યે લોકોની આશા ત્રણ ગણી વધી ગઇ છે. ક્રાંતિકારીથી માંડીને આヘર્યજનક નિર્ણયો થશે, તેવી અપેક્ષા છે. બીજી તરફ ભગવા બ્રિગેડની અપેક્ષા છે કે, સંઘ વિચાર નિર્ણાયક રૂપે સ્‍થાપિત થશે. એકલા હાથે ભાજપ પાસે બહુમતી હોત તો આ બધું સરળ હોત, પણ સાથી પક્ષોની અનિવાર્યતા અને વિપક્ષની મજબૂત સ્‍થિતિમાં સરકારે મેનેજ કરવું જ મોટો પડકાર છે.

સરકાર રચાયાના પ્રારંભ જ પેપર ફુટવાની ઘટના બની. પરીક્ષા સ્‍થગિત થઇ. વિપક્ષે પણ આ મુદ્‌્‌ે આક્રમણ કર્યુ. સરકાર બચાવમાં આવી ગઇ. બોણી વખાણવાલાયક થઇ નથી. આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. વિપક્ષ શષાો સજાવીને મેદાનમાં આવી ગયો છે. ઇન્‍ડિયા મોરચામાં આંતરિક મતભેદો ભલે રહ્યા, પણ સરકારને ભીંસમાં લેવા મુદ્‌્‌ે સમસ્‍ત વિપક્ષ એક છે.

મોદી સરકાર માટે કસોટીની ટર્મ બની રહેશે. સરકારની નાનકડી ચૂક પણ વિપક્ષ માટે મોટી તક બની જશે. મોદી સરકારના સાથી પક્ષો પણ મીડિયા સામે સરકાર સામે અણગમો વ્‍યકત કરતા અચકાતા નથી.

લોકસભાનો મંગલ પ્રારંભ થયો છે, પરંતુ એંધાણ અમંગલ દેખાઇ રહ્યા છે. જો કે મોદીજીનો ભુતકાળ તપાસો તો તારણ નીકળે છે કે, સરકાર ભીંસ અનુભવે ત્‍યારે વધારે મજબૂત થઇ છે. ત્રીજી ટર્મમાં પણ આ પરંપરા જળવાય તો જ રાષ્‍ટ્રહિત શકય છે, નહિ તો ૧૮ મી લોકસભાની કુંડળીમાં ગ્રહો ગોટે ચઢેલા છે.

(10:03 AM IST)