તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 3rd July 2024
પ્રકૃતિ પાસે કોઇ વીઆઇપી નથી
ક્રિકેટરોને લોકો ભલે વિશેષ માને, પરંતુ બાર્બાડોઝમાં પ્રકૃતિએ ઓકાત દેખાડી દીધી...
અભિનય કલા એક સમયે સાધનાનું કેન્દ્ર હતું, હવે તે મોટેભાગે વ્યવસાય બની ગયો છે. અભિનય, સંગીત, ખેલ કૌશલ્ય, સાહિત્ય સર્જન વગેરે દૈવી ક્ષેત્રો ગણાતા હતા. હાલના યુગમાં સામાન્ય દુકાનદાર જેવા ક્ષેત્રો બની ગયા છે. દેવી ક્ષેત્રોમાં સાધનાથી સિધ્ધ થવાનું હોય, હવે આવા ક્ષેત્રોમાં ગોઠવાઇ ગયેલા મોટાભાગના કલાકારો, ખેલાડીઓ બ્રાન્ડિંગથી પ્રસિધ્ધ થાય છે.
આ બાબત નક્કર વાસ્તવિકતા હોવા છતાં ફાલતુ ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટર્સ પાછળ પાગલ થનારાના ટોળા ઓછા થતા નથી. આવા ટોળાના કારણે કહેવાતા કલાકારો - ખેલાડીઓ હવામાં ઉડવા લાગે છે. પોતાને અલગ ગ્રહના માનવા લાગે છે. તેમાં પણ થોડી સફળતા મળી જાય એટલે ખુદને દેવતા જેવા ગણવા લાગે છે.
તાજેતરમાં ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ભારતની ટીમ ચેમ્પીયન બની હતી. અહીં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. જેને ભારતની ટીમ ગણવામાં આવે છે તે વાસ્તવમાં ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ટીમ છે. આ બોર્ડને ભારત સરકાર સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી.
ભારતના દરેક ગામમાં કોહલી - શર્માને ટક્કર મારે તેવા ખેલાડીઓ છે. રાજનીતિનો અડ્ડો બની ગયેલું ક્રિકેટ બોર્ડ નક્કી કરે એ ખેલાડી ખેલી શકે છે. સવા અબજની વસ્તીમાં અસંખ્ય ખેલાડી એવા છે, જેની પહોંચ નથી તેથી મોકો મળતો નથી. ટી-૨૦ વર્લ્ડકપમાં બોર્ડની ટીમ જીતી એ આપણા માટે ગૌરવ - આનંદની બાબત છે. આ જીત માટે અભિનંદન પણ આપવા જોઇએ.
જો કે આ સફળતાને દેશના વિજય તરીકે ખપાવી દેવાની ભૂલ આપણે કરીએ છીએ. વર્લ્ડકપમાં જીત બાદ અતિ પ્રસિધ્ધિ અપાઇ. બોર્ડે સવાસો કરોડ રૂા. ઇનામ તરીકે જાહેર કર્યા. સામાન્ય માણસ ફટાકડા ફોડીને ઉજવણી કરવા લાગ્યા. વડાપ્રધાને પણ વીડિયો કિલપ જાહેર કરીને અભિનંદન આપ્યા. મીડિયામાં હેડલાઇન બની.
આ બધું વધારે પડતું ન ગણાય ? અસમજ અને ભાવુકતાનો નશો ન ગણાય ? ક્રિકેટની સફળતાને રાષ્ટ્રની સિધ્ધિ અને ધંધો કરવા ગયેલા ક્રિકેટરોને મહાન માનવો ગણી લેવામાં આવે છે. આવા પ્રવાહના કારણે ક્રિકેટરો તથા કલાકારો હવામાં ઉડે છે.
જો કે પ્રકૃતિ કોઇ જ ભેદ નથી કરતી. ટી-૨૦ ક્રિકેટમાં સફળતા મળ્યા બાદ હવામાં ઉડતા ક્રિકેટરોને હવાએ જ ઓકાત દેખાડી દીધી હતી. બાર્બાડોઝમાં જ્યાં ટીમ રોકાઇ હતી ત્યાં ભયાવહ વાવાઝોડુ ફૂંકાયું. પોતાને અલગ ગ્રહના માનતા ક્રિકેટરોને પૃથ્વીની તાકાતનો પરિચય થયો.
કાયમી વીઆઇપીથી પણ વધારે સુવિધા ભોગવતા ક્રિકેટરો એક રૂમમાં પૂરાઇ રહ્યા. સામાન્ય માણસની જેમ પેપર ડીસમાં ભોજન લેવું પડયું. કોઇ વિશેષ ભોજન બન્યું નહિ. રાત્રે લાઇનમાં ઉભીને ભોજન લેવું પડયું.
આ ઘટનાને પણ ભારતીય મીડિયાએ આヘર્યરૂપે પ્રગટ કરી. ચેમ્પીયન ક્રિકેટરો માટે કોઇ વિશેષ વ્યવસ્થા ન થઇ, તેવી ફરિયાદ પણ મીડિયામાં આવી.
વાસ્તવમાં આ પ્રકૃતિનો બોધ હતો. લોકો - મીડિયા - સરકાર અસમજના કારણે ક્રિકેટરોને મહાન ગણતા હતા. ચેમ્પીયન બન્યાના કલાકોમાં જ પ્રકૃતિએ આ મહાનોને પેપર ડીસ લઇને લાઇનમાં ખડા કરી દીધા. પ્રકૃતિ કહે છે કે, સમજદાર બનો. માત્ર ક્રિકેટરો જ નહિ, દરેક માણસ વિશેષ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
