તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th July 2024
વિપક્ષ માટે પણ નિર્ણાયક સમય
શાસક અંદરો અંદર બાખડે છે, વિપક્ષે લોકપ્રિય બનવા માટે રિયલ મુદે વર્ક કરવું જરૂરી
દિશા વીહિન બનેલા ભાજપે રાષ્ટ્રીયસ્તરની મનોમંથન બેઠક બોલાવી છે. આ બેઠકમાં મોદી-શાહ-નડ્ડા સંબોધન કરશે. મોદી સરકાર ત્રીજી વખત રચાઇ છે, પરંતુ સરકારની અને ભાજપની તાકાત ઘણી ઘટી ગઇ છે. બધા અંદરો અંદર બાખડતા રહે છે.
લોકસભાની ચૂંટણી બાદ વિપક્ષની શકિતમાં આヘર્યજનક વધારો થયો છે. જો કે વિપક્ષ ભ્રમમાં છે કે, અમારી લોકપ્રિયતા વધી છે. વાસ્તવમાં ભાજપની આંતરિક લડાઇનો લાભ વિપક્ષને મળ્યો છે. જે હોય તે, પરંતુ આ સ્થિતિ વિપક્ષ માટે મોટી તક સમાન છે.
વિપક્ષની વર્તમાન ગતિવિધિ જોતા લાગે છે કે, વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ સ્થિતિનો લાભ લઇ શકતી નથી. રાહુલ ગાંધી પોતે મહાન સફળ નેતા હોય તેવું વર્તન કરીને હવામાં ઉડી રહ્યા છે. લોકોના રિયલ પ્રશ્નોને બદલે વિવાદી મુદ્્ાઓ ઉઠાવીને રાજકીય લાભ લેવાની રણનીતિ રાહુલની દેખાઇ રહી છે. આવી રણનીતિ પ્રસિધ્ધિ ખૂબ આપે, પરંતુ લોકપ્રિયતા આપી ન શકે.
રાષ્ટ્રીયસ્તરના ઉઠાવવા જેવા રિયલ મુદ્્ાઓનો પાર નથી, પરંતુ રાહુલ હિન્દુત્વને ટાર્ગેટ કરીને હિન્દુત્વના મુદ્્ાને ફરીથી જાગૃત કરી રહ્યા છે. આવા ગતકડાં વિપક્ષને મજબૂત નહિ બનાવે. નિષ્પક્ષ રહીને સ્થિતિ જુઓ તો રાહુલ ગાંધી મોદીજીનો દરેક મુદ્્ે વિરોધ કરે છે. આવા વિરોધથી મીડિયા ગરમ ભલે થાય, પરંતુ લોકો ઉબી ગયા છે.
જો કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે જે દિશા પકડી છે એ શ્રેષ્ઠ છે. લોકપ્રશ્ને કોંગ્રેસ કેન્દ્રિત થતા ભાજપીઓની નીંદર હરામ થઇ ગઇ છે. રાજકોટમાં કોંગ્રેસે સ્વખર્ચે ખાડા બુરવાનું એલાન કરતા ભાજપીઓને ધંધે લાગવું ફરજિયાત બન્યું છે. વિપક્ષની આવી રાજનીતિ પ્રભાવ શાળી ગણાય. લોકો કોંગ્રેસની નોંધ લેવા લાગ્યા છે. સકારાત્મક રાજનીતિ દ્વારા લોકપ્રિય થવાનો આ પ્રયોગ છે.
ગુજરાતમાં જે થઇ રહ્યું છે એ રાહુલને દેખાતું નહિ હોય ? રાષ્ટ્રીયકક્ષાએ રાષ્ટ્રહિત-લોકહિતના મુદ્્ે સકારાત્મક રાજનીતિ વિપક્ષ ન કરી શકે ? આવા પ્રયોગ કોંગ્રેસ કરે તો લોક સમર્થન અનાયાસ મળે.
લોકોના સમર્થન વગર રાજનીતિમાં મજબૂતી કે સત્તા સરળ કે શકય નથી. રાહુલનું કાર્ય લોકોને બદલે મીડિયાને ધ્યાનમાં રાખીને ચાલતું હોય તેમ લાગે છે. હાલ વિપક્ષને મોટી તક છે. ભાજપીઓમાં આંતરિક ડખ્ખા શાંત થઇ જશે અને ફરીથી હાઇવે પર દોડવા લાગશે તો વિપક્ષની તક ઘટી જશે. આ સમય વિપક્ષ માટે કંઇક કરી દેખાડવાનો છે.
અફસો એ છે કે, આવા સુવર્ણ સમયે વિપક્ષ પાસે રાહુલ સિવાય કોઇ ચહેરોનો નથી. આ ચહેરો સ્વયં ચમકતો નથી, કોઇકે તેમને કાયમ મેકઅપ કરવો પડે છે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
