News of Monday, 22nd July 2024
એ પ્રયોગની ગુજરાતમાં જરૂર
કેબીન-દુકાનમાં કે હોટલમાં માલિકનું નામ જાહેર થવું જ જોઇએઃ ગુજરાતીઓ ખૂબ ‘મામા' બને છે...
સુરતથી મસ્તીના સમાચાર આવ્યા. વ્યાજખોરો સામે ગૃહપ્રધાન હર્ષ સંઘવી આક્રમક બન્યા. વ્યાજખોરો પાસેથી એક કરોડ રૂપિયા પરત લઇને પીડિતોને પાછા અપાવ્યા. આ પરિણામલક્ષી કાર્યવાહી કહેવાય. હર્ષભાઇને અભિનંદન આપીને યાદ કરાવીએ કે, તમે ગુજરાતના ગૃહપ્રધાન છો. ગુજરાતમાં સુરત ઉપરાંત ઘણાં શહેરો - ગામડાં આવેલા છે. વ્યાજખોરોના ત્રાસથી દરરોજ આત્મહત્યાઓ થાય છે. પરિણામલક્ષી કાર્યવાહી સમગ્ર ગુજરાતમાં થવી જોઇએ.
મહત્વની બાબત એ પણ છે કે, વ્યાજખોરો ઉપરાંત અનેક પ્રકારના ગુન્હાખોરો બેફામ બન્યા છે. ગૃહપ્રધાને સમગ્ર ગુજરાતમાં ગુન્હાખોર માનસિકતા સામે નિર્ણાયક જંગનું એલાન કરવું જરૂરી છે. એકાદ ખુણામાં નાનકડું કામ કરીને પ્રસિધ્ધિનો દરિયો ઘુઘવવો અને ખરેખર કામ કરી દેખાડવું એ બંને વચ્ચે ભેદ છે. પદની જવાબદારી-નિષ્ઠા-તાકાતનું પ્રદર્શન કરવાની જરૂર છે.
ઉત્તર પ્રદેશમાં જે પ્રયોગ થયો છે એ પ્રયોગ ગુજરાતમાં કરવાની જરૂર છે. ગુજરાતીઓને મૂરખ બનાવવાનારા તત્વોને મોજ પડી ગઇ છે. છેલ્લા દશ વર્ષમાં અતિ નબળી-સેટિંગબાજ નેતાગીરીના કારણે ગુજરાતમાં અમુક વિશિષ્ટ તત્વો ગ્રાહકોને ભ્રમમાં નાખીને બૌધ્ધિક છેતરપીંડી કરે છે. લારી - ગલ્લા - દુકાન-હોટલના નામ હિન્દુ દેવી-દેવતાના રખાય છે અને માલિક-સંચાલકો હિન્દુ નથી હોતા. છેતરપીંડીની વ્યાખ્યામાં સમાવી શકાય તેવી આ બાબત નથી...?
ઉત્તર પ્રદેશમાં લારી-ગલ્લા-દુકાન-હોટલમાં માલિક કે સંચાલકની નેઇમ પ્લેટ ગ્રાહકને દેખાય તે રીતે રાખવા આદેશ અપાયો છે. જો કે, ખુશામતિયા અને તુષ્ટિકરણ પર નભતા નેતાઓ-પક્ષોએ આ નિર્ણયનો જબ્બર વિરોધ કર્યો છે. ઓવૈસીઓ તો બેફામ બનીને વિરોધ કરે છે.
સવાલ એ થાય છે કે, માલિકનું નામ જાહેર કરવામાં વાંધો શું છે? ગ્રાહકોને ભ્રમમાં નાખીને ધંધો કરવાની જરૂર કેમ પડી ? થોડા ભૂતકાળમાં જાવ તો ભ્રમની પરંપરા જૂની છે. ઘણાં ફિલ્મી અભિનેતાઓએ નામ બદલી નાખ્યા હતાં. રાજનીતિમાં નામ-અટકો બદલાવીને ‘ધંધા' શરૂ થયા હતાં. એમને ખ્યાલ છે કે, કટ્ટરતા માર્કેટમાં ચાલતી નથી. કટ્ટરતાના કારણે આભા બગડી ગઇ છે. અભિનયમાં કે ધંધામાં છવાઇ જવું હોય તો દર્શક કે ગ્રાહકને ભ્રમમાં નાખવાએ સૌથી સરળ માર્ગ છે. આ પરંપરા હવે વ્યાપક બની ગઇ છે. દુકાનો ખાસ કરીને હોટલોના નામ હિન્દુ-દેવી-દેવતાના રાખી દે છે. ઘણાં તો ફોટા-મૂર્તિ પણ ગોઠવી દે છે. ગ્રાહકો ભ્રમિત થઇ જાય છે અને ધંધા ધમધોકાર ચાલે છે.
માર્કેટમાં ગ્રાહકોને ભગવાન ગણવામાં આવે છે. ગ્રાહક તરફી કાયદાનો પાર નથી. ગુજરાતમાં બહુમતી ગ્રાહકો ખુલ્લેઆમ મૂરખ બની રહ્યા છે. ગૃહપ્રધાનને યાદ કરાવીએ કે, ઐતિહાસિક બહુમતી હિન્દુત્વના નામે મળી છે. મત આપનર સમાજને મામા બનાવવાના ધંધા સુરતમાં પણ ચાલે છે. ત્રેવડ હોય તો કામ કરી દેખાડો....
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
