<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

પેટ્રોલ યુગના અંતનો આરંભ

ઇલેકિટ્રક વાહનો, સોલાર ઉર્જાને પ્રોત્‍સાહનઃ પેટ્રોલ-ડીઝલ GSTમાં ન સમાવ્‍યાઃ પરિવર્તનના મંડાણ

કેન્‍દ્રિય બજેટમાં સૌથી વધારે મોજ બિહાર-આંધ્રપ્રદેશને થઇ. આ હેડલાઇનથી એક કોમેન્‍ટ નોંધપાત્ર છે. ગુજરાતમાં ભાજપના શાસનને બદલે અન્‍ય નું શાસન હોત અને એ મોદી સરકારના ટેકેદાર હોત તો કેન્‍દ્રિય  બજેટમાં ગુજરાતને ફાયદો થયો હોત!

મોદી સરકારે મહત્‍વના સાથી પક્ષોને ખુશ રાખ્‍યા છે અને ગરીબ-મધ્‍યમ વર્ગના લોકોને ફોકસ કરીને બજેટ આપ્‍યું છે. અનેક યોજનાઓ જાહેર થઇ છે. રાજકીય પરંપરા પ્રમાણે વિપક્ષ પ્રશ્ને બજેટનો વિરોધ  થયો છે અને શાસક પક્ષના શેરીના નેતાઓ પણ બજેટને આવકારી રહ્યા છે. જેમને આર્થિક બાબતોમાં કંઇ ભાન નથી તેવા લોકલ નેતાઓ બજેટનો વિરોધ કે તરફેણ કરે છે.

રાજકીય દૃષ્‍ટિકોણથી બજેટને જોવાનું હોય. એક બાબત નિヘતિ છે કે, માણસ ગમે તેટલો મોટો હોય, પાવરફુલ હોય, પરંતુ તેના આયોજનાની મર્યાદા રહેવાની જ. દરેકને ખુશ રાખવાનું કાર્ય પરમાત્‍મા પણ કરી શકતા નથી તો માણસની શી વેલ્‍યુ?

એક વાત યાદ કરો લોકસભાની ચૂંટણી બાદ જનસમર્થન ઘટતું દેખાતા  ભાજપીઓ કહેતા હતા કે, પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવીને સરકાર ક્રાંતિ કરશે. બજેટમાં પેટ્રોલ-ડીઝલ હવાઇ ગયા હતા. જો કે સરકાર આ અંગે લાંબાગાળાના આયોજનમાં હોય તેમ લાગે છે.

પેટ્રોલ-ડીઝલના એક ચક્રી શાસનના અંતનો આરંભ બજેટ દ્વારા  થઇ ગયો  હોય તેમ લાગે છે. પરંપરાગતને બદલે વૈકલ્‍પિક ઊર્જાઓને પ્રોત્‍સાહન મળે તેવી નીતિ બજેટમાં ઊજાગર થાય છે.

સૂર્યઘર યોજના હેઠળ એક કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાની ઘોષણા થઇ છે. ૩૦૦ યુનિટ નિઃશુલ્‍ક વીજળી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બીજી તરફ ઇલેકટ્રીક વાહનો સસ્‍તા થાય એ દિશામાં કદમ મંડાયા છે. હાલ ૭૫૦૦૦ થી સવા લાખમાં વેચાતા ઇલે.  ટુ વ્‍હીલર બે-પાંચ વર્ષમાં રૂા. ૫૦ હજારથી નીચે કિંમતે પહોંચી જશે. વાહનો સસ્‍તા થશે અને સોલાર વીજળી શરૂ થશે. મોટાભાગે ઇલેકટ્રીક વાહનોમાં ઇંધણ ખર્ચ ગાયબ થઇ જશે.

બીજી તરફ પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં ન સમાવીને સરકારે સંકેત આપી દીધો છે. કે પેટ્રોલ-ડીઝલ સસ્‍તા નહી થાય. આ ઇંધણથી દોડતા વાહનો ચલાવવા મોંઘા થશે. કોમશીર્યલ ઉપયોગના વાહનો ઇલે. ઊર્જામાં  ફેરવાશે.

પેટ્રોલ-ડીઝલનું એકચક્રી શાસન યુગથી ચાલી રહ્યું છે, હવે તેના યુગના અંતનો પ્રારંભ છે. બજેટની આ શ્રેષ્‍ઠ બાબત હશે. ઇલે. વાહનોથી પર્યાવરણથી માંડીને હુડિયામણ સુધીના મોટા ફાયદા થશે.

(9:38 AM IST)