તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
પડદા પાછળ ભેદી ધુમાડો
અગ્નિકાંડને ''ઠારી નંખાશે?'' : વિપક્ષ પણ અચાનક અલોપ થઇ ગયોઃ માત્ર અધિકારીઓને જ ગુંગળાવવા પ્રયાસ....!!
ગુજરાતના કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને ખોટા પાડવા સક્રિય બની ગયા હોય તેમ લાગે છે. વિપક્ષ નેતા બન્યા બાદ રાહુલે પ્રથમ ભાષણમાં સંસદમાં મોદીજીને પડકારીને કહયું હતું કે, ધારાસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અમે વિજયી થઇશું...
ગુજરાતમાં કોંગ્રેસ પાસે વાસ્તવમાં મોટી તક છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની સક્રિયતાને લોકોનો સહયોગ મળી રહ્યો હતો, સરકાર પણ બેન્ડ વળી ગઇ હતી.
ત્રણ દાયકા બાદ આ સ્થિતિ બની હતી, જો કે ગુજરાતમાં અચાનક કોંગ્રેસ મેદાનમાંથી અલોપ થઇ ગઇ... અતિ ગંભીર ઘટનાઓમાં પણ કોંગ્રેસ મોૈન થઇ ગઇ. રાજકોટનો અગ્નિકાંડ માત્ર ગુજરાતમાં જ નહી, દેશભરમાં ચર્ચાસ્પદ છે. નિર્દોષ લોકોના જીવ લેનાર આ ઘટનામાં ઉપરથી નીચે સુધીના મોટામાથાંની ભૂમિકા શંકાસ્પદ છે. જો કે માત્ર નીચેના થોડા અધિકારીઓ જ ફસાતા દેખાઇ રહ્યા છે.
તપાસ અહેવાલ અધધ પોણા બે લાખ પાનાનો રજૂ થયો, પણ અહેવાલમાં મોટા માથા કયાંય દેખાતા નથી. ભાજપીઓ ભીનું સંકેલવાના નિષ્ણાત છે. મોરબીકાંડ, વડોદરાકાંડ, તક્ષશીલાકાંડ પર નજર કરી જુઓ. અગ્નિકાંડ પર પાણી રેડવાનો પ્રયાસ થાય તેમાં આશ્ચર્ય નથી. લોકોમાં આક્રોશ-નારાજગી હોય એ સ્વાભાવિક છે.
અગ્નિકાંડમાં સૌથી વધારે રહસ્યમય ભૂમિકા કોંગ્રેસની દેખાઇ રહી છે. સમગ્ર પ્રદેશ કોંગ્રેસ અગ્નિકાંડને ફોકસ કરીને સક્રિય હતી. રાહુલ ગાંધીને પણ પીડિતો સાથે વાત કરાવી હતી. કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું તેમાં પણ લોકોનો પ્રચંડ સહયોગ મળ્યો હતો. રાજકીય હવા બદલાવા લાગી હતી. સેટિંગબાજ ભાજપીઓને ગળે ટૂંપો આવી રહ્યો હતો. ગુજરાત ભાજપના મોટાભા ગેંગે ફેફે થઇ ગયા હતા.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ત્રણ દાયકા બાદ કોંગ્રેસ પ્રથમ વખત પાવરમાં આવી હતી. જો કે છેલ્લા એક અઠવાડિયાથી અગ્નિકાંડના પડદા પાછળ ભેદી ધુમાડો ઉઠતો નજરે પડે છે.
આ મુદથી કોંગ્રેસ અચાનક અલોપ થઇ ગઇ. પોણા બે લાખ પાનાનો રિપોર્ટ જાહેર થયા બાદ પણ સ્થાનિકથી માંડીને પ્રદેશકક્ષા સુધીના કોઇ કોંગી નેતાની પ્રતિક્રિયા પણ નથી આવી. નકકર લડતને બદલે ફાલતુ નિવેદનિયો વિરોધ કરવા તરફ કોંગ્રેસ વળી રહી હોય તેમ લાગે છે. જીજ્ઞેશ મેવાણી જેવા નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા હતા, બધા અચાનક બધું પડતું મુકીને છુ થઇ ગયા. સવાલ એ છે કે, સેટિંગબાજ ભાજપીઓ સાથે કોંગ્રેસે પણ ખીચડી પકાવી લીધી?
અગ્નિકાંડ મુદે કોંગ્રેસ માટે મોટી તક સમાન છે, પરંતુ કોંગ્રેસ સત્તાના છપ્પન ભોગને બદલે ખીચડીથી સંતુષ્ટ થઇ ગઇ હોય તેમ લાગે છે. રાહુલ ગાંધીએ તપાસ કરવી જોઇએ.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
