<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

અગ્નિકાંડ- દિલ્‍હીકાંડઃ મોતની રાજનીતિ

ભાજપની માંગ, દિલ્‍હી કોચિંગકાંડમાં કેજરીવાલ સરકાર દોષિત, રાજીનામું આપેઃ ગુજરાતના અગ્નિકાંડમાં બે-પાંચ અધિકારીને ફસાવીને ફિંડલું વાળ્‍યું...?

છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં ભૂમાફિયા, ડ્રગ્‍સ માફિયા, દુષ્‍કર્મ અને બુટલેટરની આઠ એવી ઘટના બની જેમાં ભાજપના હોdeદારો ખુદ આરોપી છે. આવી ઘટનાઓ છતાં મુખ્‍યમંત્રી- પક્ષના પ્રમુખ કે ગૃહમંત્રી સામે એક પણ ગુજરાતી મીડિયાએ સવાલો ઉઠાવ્‍યા નથી. અછત ન્‍યૂઝ - સેન્‍સની નહિ, નિષ્‍ઠાની દેખાઇ રહી છે. ગુજરાત આખું ગુન્‍હાખોર માનસિકતાના ભરડામાં આવી ગયું છે, ભાજપને કે સરકારને કંઇ પડી નથી. ગુજરાતીઓ કમોતે મરે છે, પણ નેતાગીરીને કંઇ અસર નથી. ગુજરાતમાં નિષ્‍ઠુર દેખાતો ભાજપ દિલ્‍હીમાં લોકોની ચિંતા કરતો જોવા મળ્‍યો.

શનિવારે દિલ્‍હીના એક કોચિંગ કલાસમાં પાણી ભરાતા ત્રણ છાત્રાઓના મોતની કરુણ ઘટના બની હતી. આ ઘટનાથી રાજકીય વિવાદ સર્જાયો છે. કેજરીવાલ સરકારે તપાસના આદેશો આપ્‍યા છે. મામલો કોર્ટમાં પણ પહોંચી ગયો છે.

દિલ્‍હીના કોચિંગકાંડ મામલે ભાજપે આક્રમકતા ધારણ કરી છે. છાત્રાઓના કમોત અંગે પ્રચંડ દેખાવો કર્યા છે. ભાજપે સ્‍પષ્‍ટ માંગણી કરી છે કે, ત્રણ છાત્રાઓના મોત માટે કેજરીવાલ સરકાર જવાબદાર છે, આ સરકારે રાજીનામું આપી દેવું જોઇએ.

ભ્રષ્‍ટ શાસનના કારણે નિર્દોષના કમોત થાય તો સરકાર જ જવાબદાર ગણાય, પરંતુ અહીં મોતની રાજનૈતિક મહેફીલનો અહેસાસ થાય છે. દિલ્‍હીમાં વિરોધીઓની સરકાર છે તેથી ત્રણ છાત્રાઓના મોતમાં સરકારનું રાજીનામું માંગી લેનાર ભાજપનો ગુજરાતમાં જુદો ચહેરો છે.

રાજકોટમાં તાજેતરમાં ભયાવહ અગ્નિકાંડ થયો હતો. નિર્દોષ નાગરિકો - બાળકો આ કાંડમાં સ્‍વાહા થયા હતા. સમગ્ર ભારતમાં આ ઘટના ચર્ચાસ્‍પદ બની હતી. દિલ્‍હીમાં ત્રણ છાત્રાઓના મોત માટે સરકારનું રાજીનામું માગનાર ભાજપે ગુજરાતમાં શું કર્યુ ? અગ્નિકાંડમાં ભાજપી શાસકોએ હાથ ઊંચા કરી દીધા. બે-પાંચ ઝીણા-ઝીણા અધિકારીઓને ફસાવીને મોટામાથાં છટકી ગયા.

માત્ર અગ્નિકાંડ જ નહિ, મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્‍યો, નિર્દોષ લોકો ડૂબી ગયા, સરકાર જવાબદાર નહિ. વડોદરામાં નાવ સાથે લોકો ડુબ્‍યા, સરકાર જવાબદાર નહિ. તલક્ષીલાકાંડમાં નિર્દોષ મર્યા, સરકાર જવાબદાર નહિ. દિલ્‍હીમાં ત્રણ બાળાઓના મોત માટે ભાજપે કેજરીવાલનું રાજીનામું માંગ્‍યું...!

કેજરીવાલની તરફેણ કરવાનો ઉદ્‌્‌ેશ નથી, એ જવાબદાર હોય તો ફાંસી થવી જોઇએ, પણ ગુજરાતમાં કોઇ નેતા સામે આંગળી પણ ઉઠાવાય નહિ... આ બાબત વિચિત્ર નથી...? મોતની રાજનીતિ છે, મોતમાં વોટ જુએ છે. ગુજરાતીઓ માટે ગહન ચિંતનનો વિષય છે. (પ-ર)

 

(12:00 PM IST)