<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

નવો ખેલઃ પ્રશાંત પ્રયોગ

પડદા પાછળના ખેલાડી પડદા પરઃ પોતાને વિશિષ્ટ દર્શાવીને ગંદા ટોળામાં સામેલ થઇ જવાની પરંપરા

 પેરિસ - ઓલિમ્પિકસમાં દેશને પ્રથમ મેડલ અપાવનાર મનુ ભાકરે કહ્યું કે, મારી સફળતામાં ભગવત ગીતાજીનો હિસ્સો મોટો છે. મે કર્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ અને પરમાત્માએ ફળ આપ્યું.

ગીતાજી સનાતનની ધરોહર સમાન ગ્રંથ છે. મનુ ભાકરે નિર્દોષતાથી બયાન આપ્યું છે. ભારતના કહેવાતા બિનસાંપ્રદાયિક જીવડા મનુનો વિરોધ કરવા મેદાનમાં આવી ન જાય તો સારુ.  ભારતમાં ગમે તેવા મુદ્દે રાજનીતિ કરવાની ફેશન થઇ ગઇ છે. આવી જીવાતોને ટેકેદારો પણ મળી જાય છે.

રાજનૈતિક ક્ષેત્રે  ક્રાંતીકારી પરિવર્તનની જરૂર છે. જો કે ક્રાંતિના નામે મેદાનમાં આવીને ગંદી જીવાતોની જમાતમાં ભળી જવાની પણ પરંપરા બની ગઇ છે. રાજનીતિમાં વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે.

રાજનીતિના પડદા પાછળનો ખેલાડી પ્રશાંત કિશોર ખુદ પક્ષ બનાવીને બિહારની ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. આ ઘોષણા કરતા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, અમે રિસર્ચના આધારે પ્રાથમિકતા આપીને શુધ્ધતાની રાજનીતિ કરીશું.

પ્રશાંત કિશોર અસામાન્ય વ્યકિતત્વ ધરાવે છે. નરેન્દ્રભાઇ મોદીથી માંડીને રાહુુલ ગાંધી સુધીના નેતાઓની આભા ઉપસાવવાનું કામ તેઓ કરી ચુકયા છે. લોકમાનસ જાણીને ચૂંટણી વ્યુહ ગોઠવવાના માસ્ટર પ્રશાંત કિશોર આ ક્ષેત્રના નિષ્ણાતોની મોટી ફોજ ધરાવે છે.

ગાંધી જયંતી-૨ ઓકટોબરે પ્રશાંત નવા પક્ષની ઘોષણા કરશે. આ જાહેરાતથી રાજકીય રોમાંચ સર્જાયો છે. છેલ્લા દશ વર્ષમાં અન્ય ક્ષેત્રોમાંથી રાજનીતિમાં ઘુસવાના મહત્વના પ્રયોગો થયા છે. ક્રાંતિની વાતો કરીને જનસમર્થન મેળવીને રાજનીતિના જીવડાની જમાતમાં ભળી જવાની જીવડાની ઘટનાઓ પણ બની છે.

આ પ્રયોગમાં અરવિંદ કેજરીવાલ જાણીતા ચહેરો છે. અતિ શુધ્ધ-ભ્રષ્ટાચાર મુકત રાજનીતિની ક્રાંતિના નામે સત્તા મેળવી લીધી, હાલ આમ આદમી પાર્ટી મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો કરે છે. અને સજા પામેલા ભ્રષ્ટ શિરોમણી લાલુ યાદવોનો ટેકો લે છે !

' આપ'નો પ્રયોગ હાસ્યાસ્પદ બન્યો છે, ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલ ખુદ સળિયા ગણે છે. ગુજરાતનો નજીકનો ભુતકાળ યાદ કરો. ભગતસિંહ ના નામે હાર્દિકના ટોળા ક્રાંતિ કરવા મેદાનમાં આવી ગયા હતા. મોટી-મોટી વાતો કરીને ખુદના સમાજને જ ઉશ્કેર્યો. હાર્દિકે ભાજપ સામે જંગ છેડયો હતો, ભાજપીઓ સાથે ધારાસભ્ય બનીને ''જમી'' રહ્યો છે. સમાજ જાય તેલ લેવા...

ક્રાંતિના નામે થયેલા પ્રયોગો ખુદને ખુરશી આપવાથી વિશેષ કંઇ ઉકાળી શકયા નથી.  પ્રશાંત કિશોરને શુભેચ્છા આપી એ કે, અરવિંદભાઇ કે હાર્દિક ન બનતા.

(9:41 AM IST)