News of Wednesday, 31st July 2024
ફાંસી સાથે ધાક પણ જરૂરી
કોડીનારના દુષ્કર્મીને ફાંસી આવકાર્ય, પણ ગુન્હાખોરો ભયભીત બીને ગુન્હાથી દૂર રહે તેવી ધાકનો અભાવ
ગજબના સમાચારો આવે છે. ગુજરાતના ગૃહ પ્રધાન તથા સુરતના પોલીસ કમિશનરના નામે બોગસ ફેસબુક એકાઉન્ટર બન્યું. આ સમાચાર સાંભળીને ગુજરાતના ગૃહપ્રધાને લોકોને બોગસ એકાઉન્ટથી સાવચેત રહેવા અપીલ કરી છે.
લોકશાહીમાં સરકાર મુખ્ય પાવર છે. ગુજરાતમાં સરકાર પાસે ઐતિહાસિક બહુમતી છે, આ કારણે તીવ્ર પાવર ધરાવે છે. સરકારમાં પણ ગૃહપ્રધાન સૌથી વધારે પાવરફૂલ ગણાય. ગૃહપ્રધાનની નજર પડે તો પણ ગુન્હાખોર ધ્રુજી જતા હોય છે. જો કે વર્તમાન ગુજરાતમાં સ્થિતિ જુદી છે. કોઇ પ્રકારની ધાકના અભાવે ગુન્હાખોરો પાવરફૂલ બની ગયા છે. એટલા બધા પાવરફૂલ કે નિર્ભય બનીને ગૃહપ્રધાનના નામે બોગસ એકાઉન્ટ બનાવી નાખે છે. આ ઘટના બાદ પણ ગુન્હાખોર માનસિકતા ધ્રુજી જાય તેવો પડકાર કરવાને બદલે ગૃહપ્રધાને લોકોને સાવચેત રહેવા અપીલ કરી...!
પાવર વગરના શાસનના કારણે ગુન્હાખોરી ગુજરાતમાં ખુણે - ખુણે તાડવ કરવા લાગી છે. હત્યાઓ-બળાત્કાર જેવા કૃર ગુન્હા રૂટીન ઘટના જેવા બની ગયા છે. એક ઘટનામાં કોર્ટે જબ્બર ચુકાદો આપ્યો છે.
કોડીનારમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને હત્યા કરનાર રાક્ષસને કોડીનાર સેશન્સ કોર્ટે ફાંસીની સજા જાહેર કરી છે. ભારતીય શાષાો પ્રમાણે ગુન્હાની સજા ખૂબ આકરી, તત્કાળ અને જાહેરમાં થવી જોઇએ. આ મનોવિજ્ઞાનનો વિષય છે. જાહેરમાં ફાંસી આપીને ત્રણ દિવસ દેહને લટકતો રાખવાથી ગુન્હાખોર માનસિકતા ધરાવતા લોકોને મોતની કૃરતાનો ખ્યાલ આવે અને ગુન્હાખોરો ખુદ જ ધ્રુજી જાય.
આ રીતે ધાક જમાવવી જરૂરી છે. ગુજરાતમાં છેલ્લા દશ વર્ષમાં નબળા શાસનના કારણે ગુન્હાખોરો બેફામ બન્યા છે. ગૃહપ્રધાન ખુદ ભોગ બનતા હોય તો સામાન્ય નાગરિકની દશા કેવી હશે ? આヘર્ય એ છે કે, રાજયમાં પોલીસને માર પડવાની ઘટના પણ સામાન્ય બની ગઇ છે. ગુન્હાખોરી પર કાબૂ તો દૂરની બાબત છે, ધાક પણ જમાવી શકયતા નથી.
કોડીનારની ઘટનામાં ગુન્હાખોરને ફાંસી આપવાનો ચુકાદો આવકાર્ય છે, પરંતુ શાસકો અને પોલીસ દ્વારા ગુન્હાખોર સામે ધાક જમાવવામાં નહિ આવે તો રાજયમાં બાળાઓ સલામત નહિ રહે. ધાક જમાવવા માટે લાયક - સક્ષમ નેતાગીરી હોવી જોઇએ, સેટિંગ પરંપરા બંધ થવી જોઇએ. ખાખી કપડાને પણ જવાબદારીનું ભાન કરાવવું પડે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
