હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાક્ષસી ભરડામાં બાંગ્લાદેશ
ચીન-પાકિસ્તાનના ઇશારે જંગલી તાંડવઃ ભારતમાં પડઘા પડવાનો ભય
ચૂંટાયેલા વડાપ્રધાનને મિનિટોમાં દેશમાંથી ભાગવું પડયું. જંગલી ટોળા વડાપ્રધાન નિવાસમાં ઘુસીને તાંડવ કરવા લાગ્યા. દેશ ભડકે બળ્યો. દેશનું સૈન્ય આ બધું જોતું રહ્યું. અંતે વડાપ્રધાને જીવ બચાવવા રીતસર દેશ છોડવો પડયો. ક્ષણવારમાં તખ્તા-પલટ થઇ ગયો. આ સ્થિતિ ભારતના પડોશી બાંગ્લાદેશની છે.
વડાપ્રધાન શેખ હસીના ભારત તરફી નેતા તરીકે ઓળખાઇ રહ્યા છે. આ કારણે ચીન-પાકિસ્તાનને પેટમાં તીવ્રત્તમ દુખાવો ઉપડયો હતો. અનામત આંદોલનના નામે ચીન-પાકિસ્તાને બાંગ્લાદેશના વિપક્ષને સાધી લઇને યુવા વર્ગને ભડકાવ્યો.
બાંગ્લાદેશનું સૈન્ય પણ ષડયંત્રમાં સામેલ થયું અને મૂક સાક્ષી બનીને માર્ગોથી વડાપ્રધાન નિવાસ સુધી રાક્ષસી તાંડવ જોતું રહ્યું. શેખ હસીના મિનિટોમાં દેશ છોડી ભારત આવ્યા. જો કે તેઓએ ભારતનું શરણ માંગ્યું નથી. ભારતમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ભારતના પૂર્વ વિદેશ સચીવ હર્ષવર્ધન બ્રુંગલાએ નિવેદન આપ્યું છે એ ખૂબ જ મહત્વનું છે તેઓએ કહ્યું કે, બાંગ્લાદેશ મામલે ભારતના કેટલાક ભાગોમાં તનાવ સર્જાઇ શકે છે. આ સામાન્ય બાબત નથી. ઉલ્લેખનીય છે કે, પヘમિ બંગાળ બાંગ્લાદેશી ઘુસણખોરોનું પીઠું છે. ત્યાંથી દેશના ઘણા વિભાગોમાં બાંગ્લાદેશીઓ ગોઠવાઇ ગયા છે ખુશામતખોરોની સરકાર છે એ રાજયોમાં તો ઠીક છે, આヘર્ય એ છે કે, ગુજરાત જેવા રાજયોમાં પણ બાંગ્લાદેશીઓ ધબકી રહ્યાનું ઘણાં જ અહેવાલોમાં જાહેર થઇ ચૂકયું છે.
આવી જીવાતો ઝડપથી પ્રસરવાનો ગુણ ધરાવે છે. સ્થાનિક અમુક લોકોનો તેમને સહયોગ મળે છે અને સમય જતા આવા સેટિંગ રાજય-રાષ્ટ્ર સામે પડકાર બનીને અટ્ટહાસ્ય કરવા લાગે છે.
બાંગ્લાદેશના રાક્ષસી તાંડવ બાદ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ટેન્શનમાં આવી ગયા અને પક્ષ-વિપક્ષને વિનંતી કરવા લાગ્યા કે, બાંગ્લાદેશ અંગે જરા પણ આડાઅવળા નિવેદનો ન કરે. મમતાના ટેન્શનનું કારણ એ છે કે, પヘમિ બંગાળમાં મોટી માત્રામાં બાંગ્લાદેશી ઘુસણખોરો ખદબદે છે. મમતા સરકાર તેને હૂંફ આપી રહી છે આવા ઘુસણખોરો તૃણમૂલ કોંગ્રેસની રાજકીય તાકાત જેવા બની ગયા છે.
સ્થિતિ એટલી હદે જોખમી બની છે કે, બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે કોઇ આડા અવળું નિવેદન કરે તો પણ પ.બંગાળમાં ભડકો થઇ જવાનો ભય રહે છે. આ સ્થિતિ સામાન્ય ન ગણાય. બાંગ્લાદેશીઓ અન્ય રાજયોમાં પણ પ્રસરવા લાગ્યા છે. દેશનું શું થશે ?
ભારતે વધારે સાવધ અને આક્રમક થવું પડશે. પડોશી રાષ્ટ્રોમાં માત્ર બાંગ્લાદેશ જ નહિ, પાકિસ્તાન, શ્રીલંકા, વિયેતનામ વગેરે દરેક રાષ્ટ્રો અશાંત, અસ્થિર બની ગયા છે. વાસ્તવમાં આ ભરડો ચીનનો છે. ભારતે વધારે મજબૂત થવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
