તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 7th August 2024
લઘુમતીઃ બાંગ્લાદેશની અને ભારતની...
પડોશી દેશમાં કારણ વગર લઘુમતી પર રાક્ષસી હુમલાઃ ભારતમાં તટસ્થ ચિંતન જરૂરી
બાંગ્લા દેશમાં ટોળાના જંગલી તાંડવના ન્યૂઝ વિશ્વભરનાં મીડિયામાં ટોપ પર છવાયેલા રહ્યા છે. ચૂંટાયેલા વડાપ્રધાનને મિનિટોમાં દેશ છોડવો પડે એ જંગલી સ્થિતિની પરાકાષ્ઠા ગણાય. બાંગ્લાદેશ ભારતનું માત્ર પડોશી જ નહી, આ દેશનો જન્મદાતા દેશ ભારત છે. બાંગ્લાદેશીઓ પર આપણો ઉપકાર છે. સમાચારો પ્રમાણે જંગલી ટોળા ભારતીયોને જ નિશાન બનાવી રહ્યા છે. અહીં ભારતીયો એટલે બાંગ્લાદેશની લઘુમતી વસ્તી. સાવ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો હિન્દુ સમાજ...
બાંગ્લાદેશમાં દશેક ટકા જેટલા ભારતીયો છે, જેમાં પાંચેક ટકા હિન્દુઓ છે. આ લઘુમતી સામાન્ય સ્થિતિમાં છે, પોતાનું ગુજરાન ચલાવવામાંથી લઘુમતીઓ ઊંચા આવતા નથી. નિર્દોષ લઘુમતીઓના ઘર-દુકાનો જંગલી ટોળા સળગાવી રહ્યાના અહેવાલો સરહદ પારથી આવે છે, હદ તો એ છે કે પોલીસ અને લશ્કર પણ આંખ આડા કાન કરે છે....
સ્થિતિ અત્યંત કઠીન છે. એવી પણ આશંકા વ્યકત થઇ રહી છે કે, એકાદ કરોડ લોકો બાંગ્લાદેશથી ભારતમાં શરણ માટે ઘુસે તેવી સંભાવના છે. માનવ અધિકાર, લઘુમતીઓની સુરક્ષાના કાયદા વગેરેના ખુલ્લેઆમ ધજાગરા ઉડે છે. જીવ બચાવવા લઘુમતીઓ ફફડી રહ્યા છે.
કાયદા-કાનુનને બાજુએ મૂકો તો પ્રકૃતિનો નિયમ છે કે, જે સ્થાન પર જે સમુદાયની વસ્તી વધારે હોય ત્યાં એ સમૂદાયનું જ ‘‘ચાલે...'' આ નિયમ પ્રમાણે બાંગ્લાદેશમાં બહુમતીના જંગલી ટોળા લઘુમતીઓ પર તૂટી પડયા છે.
પ્રકૃતિમાં માનવજાત વિશેષ જીવ છે. માનવજાતનું મુખ્ય લક્ષણ અને પ્રાથમિક ધર્મ માનવતા છે. ગમા તથા અણગમા દુર રાખીને તટસ્થ દૃષ્ટિકોણથી બાંગ્લાદેશની લઘુમતી સાથે ભારતની લઘુમતીની તુલના કરો. પ્રકૃતિના નિયમ પ્રમાણે જે તે દેશમાં બહુમતી વસ્તીનું ચાલે. ભારતની સવા અબજની વસ્તીમાં ૮૫ ટકા હિન્દુ સમુદાય છે. એ સમુદાય જંગલી નથી બનતો, માનવતાના લક્ષણને પ્રાથમિકતા આપે છે.આ કારણે દરેક ધર્મના સમુદાયને મોટાભાગે શાંતિ છે.
આ સ્થિતીમાં ભારતમાં લઘુમતી સમુદાયના અમુક તત્વો આઝાદીકાળથી મનમાની કરવા તાંડવ કરે છે. બહુમતીના માનવતાના લક્ષણને તેની ખામી ગણી લેવાઇ છે. ભારતના ઘણા વિસ્તારોમાં તો દેશની બહુમતી લઘુમતીથી દબાઇને રહે છે. આ સ્થિતિને રાજનીતિનું વજનદાર પીઠબળ છે.
આ લેખમાં કોઇ તારણ પર આવવું નથી. અરીસાની જેમ સ્થિતિના તટસ્થ દર્શન કરાવવાનો શાબ્દિક પ્રયાસ છે. મુદ્ો ગંભીર છે અને ચિંતનનો છે. માનવતાનું લક્ષણ માણસની તાકાત બનવું જોઇએ નબળાઇ નહી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
