News of Thursday, 8th August 2024
સલમાનોની બાંગ્લાદેશ નિકાસ કરી દો
સલમાન ખુરશીદનું ખતરનાક નિવેદનઃ આવા વિચારો દેશને ખતમ કરવા સક્ષમ
‘ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.' આ ખતરનાક શબ્દો કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદના છે. આવા વિચારો દેશને બરબાદ કરવા સક્ષમ છે. આવા સલમાનોની બાંગ્લાદેશમાં નિકાસ કરી દેવી જોઇએ.
ભારત ધીર ગંભીર જવાબદાર રાષ્ટ્ર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. વિશ્વનું ગણનાપાત્ર તાકાતવર સૈન્ય ભારત પાસે છે, પરંતુ ઇતિહાસમાં કયારેય બળવો કર્યો નથી. કાશ્મીરમાં સૈન્ય પર નાલાયક તત્વો પથ્થરમારો કરતા હતાં છતાં ભારતીય સૈન્યને સંયમ રાખ્યો હતો.
સલમાન ખુરશીદો દેશમાં આગજની - અંધાધુંધી સર્જાય તેની રાહ જોતા હોય તેમ નથી લાગતું ? તેમના ખતરનાક નિવેદનની ભારતની જીવાતો પર શી અસર થતી હશે ? સલમાન જેવા તત્વો તણખો મૂકે છે, બાદમાં આ તણખો ભડકાનું સ્વરૂપ પકડે તેની રાહ જોતા હોય તેમ લાગે છે.
લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ઉભરી રહી છે, પરંતુ અમુક અતિ સંવેદનશીલ મુદ્્ાઓમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓનું સ્ટેન્ડ પક્ષની પથારી ફેરવે છે. સલમાન ખુરશીદના અતિ વિવાદી નિવેદન અંગે કોંગ્રેસ ગેંગેફેફે થઇ ગઇ. કોંગ્રેસે જણાવ્યું કે, આ નિવેદન સલમાન ખુરશીદનું વ્યકિત ગત છે, તેમાં પક્ષને કંઇ લેવાદેવા નથી. આ રીતે હાથ ઊંચા કરવાથી કંઇ નહિ વળે. પક્ષે દિશા સ્પષ્ટ કરવી પડશે.
એક માત્ર બાંગ્લાદેશ જ મુદ્્ો નથી. હાલ વકફ બોર્ડનો મુદ્્ો ખૂબ ગરમ છે. કોંગ્રેસ નરમ હિન્દુત્વ તરફ વળી રહી છે, પણ વકફ બોર્ડ મામલે ગોથે ચઢી ગઇ છે. કોંગીજનોમાં અમુક આ મુદ્્ે સરકારનો વિરોધ કરે છે, અમુક તટસ્થ રહેવા પ્રયાસ કરે છે. આવા મુદ્્ા કોંગ્રેસની દુખતી નસ છે. કોંગ્રેસે સ્પષ્ટ થવું જ પડશે.
સલમાન ખુરશીદે જે નિવેદન આપ્યું છે એ તો ભારતમાં ઉપદ્રવી જીવડાને ઉત્તેજના આપતું હોય તેવું છે. ભારતમાં બાંગ્લાદેશ જેવી અરાજકતા, ટોળાશાહી, જંગલીપણુ ફેલાય તેવું ખુરશીદો ઇચ્છે છે ? ખુરશીદનું કાર્યક્ષેત્ર કાશ્મીર છે. લોકસભાની ચૂંટણી બાદ કાશ્મીરમાં ઉપદ્રવ વધી ગયો છે. સલમાનો જેવા કદાચ અંદરથી ખુશ થતા હશે, પરંતુ દેશ સામે પડકાર ભરી સ્થિતિ સર્જાઇ છે.
ભારતના મોટાભાગનાં પડોશી રાષ્ટ્રોમાં અરાજકતા ફેલાઇ ચૂકી છે. પડદા પાછળ આ ચીનના કરતુતો છે. ભારત સામે જોખમી સ્થિતિ બની રહી છે. લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં સરકાર નબળી પડી છે. અને પડકારો મોટા થયા છે. દેશ માટે આ સારી સ્થિતિ ન ગણાય. દેશની રાજનીતિએ જોખમી બાબતોમાં ગંભીરતાથી સ્ટેન્ડ લેવું જોઇએ. સલમાન ખુરશીદના નિવેદનો ગંભીરતાથી વીપરિત છે. દેશમાં અશાંતિ ફેલાવવા માટે પ્રોત્સાહન આપવા સમાન છે. આવા સલમાનોની સાગમટે નિકાસ કરી દેવી જોઇએ.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
