હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિન્દુ બચાવો... દેશમાં-વિદેશમાં!
ધર્માચાર્યોને પણ બાંગ્લાદેશના હિન્દુઓની ચિંતા થઇ, દેશના હિન્દુઓની નહિ....
હિંડનબર્ગે જબ્બર ઘટસ્ફોટ કર્યો, પરંતુ દેશમાં જોઇએ તેવા પડઘા પડયા નહી. શેરમાર્કેટમાં ઐતિહાસિક ઉથલપાથલ થશે તેવી આગાહી આર્થિક નિષ્ણાતોએ કરી હતી, પરંતુ વિશેષ અસર જોવા મળી નહી. આ સ્થિતિનું કારણ એ છે કે, હાલ ભારતમાં બાંગ્લાદેશનો મુદ્ો ધગધગે છે. મીડિયા ફોકસ પણ એ મુદ્ા પર છે.
બાંગ્લાદેશમાં જંગલી ટોળાએ તખ્તા પલટ કર્યા બાદ ત્યાં લઘુતમીઓ એટલે કે, હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખ સમુદાય પર જીવલેણ હુમલા થઇ રહ્યા છે. જંગલી ટોળા બેકાબુ છે. અનેક લોકોના મોત થયા છે. હિન્દુ સમુદાય મોટા પાયે હિજરત કરે તેમ છે.
સ્વભાવિકપણે જ આ ઘટનાના પડઘા ભારતમાં પડયા છે. જો કે મોટાભાગના મહાનુભાવો પ્રસિધ્ધિના મોહથી કે સરકાર પર દબાણ લાવવા જેવા ઉદ્ેશથી બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવાના નિવેદનો કરે છે, ઘણાં દેખાવો પણ કરે છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જંગલી હુમલા થઇ રહ્યા છે. તેને કોઇપણ ભોગે બચાવવા જ જોઇએ આ અંગેના નિવેદનો - દેખાવા રાજકોટમાં કે ભારતમાં કરવાનો અર્થ શું છે?
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દેશમાં બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવાના નિવેદનો કાર્યક્રમો કરનારા મોટાભાગના હિન્દુવાદીઓ પોતાની દુકાન ચલાવવાના ઉદે્શથી આ પ્રવૃતિ કરે છે. બાંગ્લાદેશ ભારત માટે વિદેશ છે, સ્થાનિક લોકો ભારતમાં આક્રોશ વ્યકત કરે તેનો કોઇ મતલબ નથી. બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવવાનું કામ સરકાર કરશે.
ભારતમાં સનાતન ધર્મનાં સર્વોચ્ચ પૂજય શંકરાચાર્યોથી માંડીને વિવિધ સંસ્થાઓ અને ફાલતુ નેતાઓ સુધીના બાંગ્લાદેશી હિન્દુઓને બચાવવા બહાદુરી ભર્યા નિવેદનો કરે છે. ખરેખર આ હિન્દુવાદીઓને હિન્દુ સમુદાયની ચિંતા હોય તો ભારતમાં હિન્દુઓને બચાવવામાં બહાદુરી દાખવવી જોઇએ.
ભારત ભલે હિન્દુસ્તાન તરીકે પણ ઓળખાય પરંતુ પોતાના દેશમાં હિન્દુઓ સલામત છે ? આ પ્રશ્નનો જવાબ છે, ના. અનેક રાજયોમાં હિન્દુઓની અવદશા છે. છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. આ રાજયના પણ ઘણાં જ વિસ્તારોમાં હિન્દુઓ ફફડી રહ્યા છે. લવજેહાદથી માંડીને વિધર્મી અસામાજિક તત્વોનો ભય સર્વત્ર વધતો જાય છે.
ભાજપનું હિન્દુત્વ માત્ર મત લેવા પુરતુ જ ધગે છે. આ સ્થિતિ ગુજરાતની હોય તો વિપક્ષી રાજયોમાં હિન્દુઓની દશા કેવી હશે? સંઘ પરિવારથી માંડીને પૂજય શંકરાચાર્યોમાં હિન્દુત્વ પ્રત્યે લાગણી હોય તો ભારતના હિન્દુ સમુદાયને બચાવવા જબરજસ્ત કામે લાગવું જોઇએ અફસોસ એ છે કે, મોટાભાગના માટે હિન્દુત્વ માત્ર દુકાન જ બની ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
