News of Saturday, 17th August 2024
કાશ્મીરઃ પડકાર સામાન્ય નથી
દેશમાં બદલાયેલા રાજકીય સમીકરણોથી ભાંગફોડિયા તત્વો જોરમાં: પક્ષોનો પડોશ પ્રેમ અઘરો પડી શકે.....
મહારાષ્ટ્રની રાજનીતિ ગજબની ગોટે ચડી છે. ચૂંટણી માથા પર આવી ગઇ છતાં કોઇ પક્ષને ખબર નથી કે કોણ મિત્ર છે અને કોણ દુશ્મન છે! ધારાસભાની ચૂંટણી પૂર્વે હજુ મહારાષ્ટ્રમાં વિસ્ફોટ રાજકીય ખેલ થઇ શકે છે રાજકીય પક્ષો માટે આ ચૂંટણી પડકાર સમાન બની ગઇ છે.
આ સામે કાશ્મીરની ચૂંટણી દેશ સમક્ષ મોટો પડકાર બની શકે છે. જમ્મુ-કાશ્મીરની ધારાસભાની ચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થઇ ગયો છે. અન્ય રાજયોની ચૂંટણીની તુલના કાશ્મીરની ચૂંટણી સાથે કરી ન શકાય. અન્ય રાજયોની ચૂંટણી રાજકીય પક્ષો સામે પડકાર ગણાય, પરંતુ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી તો દેશ સામે પડકાર છે
કલમ-૩૭૦ હટ્યા બાદ પ્રથમ વખત ધારાસભાની ચૂંટણી આયોજિત થઇ છે. નોંધપાત્ર બાબત એ છે કે લોકસભાની ચૂંટણી બાદ મોદી સરકાર સંખ્યાની દૃષ્ટિએ થોડી નબળી પડી છે. બીજી તરફ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના વધી છે. આ બંને ઘટનાઓ વચ્ચે સંબંધ નથી દેખાતો? તટસ્થ રહીને દૃશ્યો જુઓ તો મોદીજીના તીવ્ર પ્રભાવના કારણે રાષ્ટ્રવિરોધી ભાંગફોડીયા તત્વો કાબૂમાં હતા. રાજકીય પક્ષો પણ કાબૂમાં હતા. લોકસભાની ચૂ઼ંટણી બાદ બધુ બેકાબૂ બનતુ નથી દેખાતું?
આ સ્થિતિમાં કાશ્મીરમાં ચૂંટણીની ઘોષણા સામાન્ય પડકાર ન ગણાય જમ્મુ-કાશ્મીરના પરંપરાગત પારિવારિક નેતાઓ ફારૂક-મહેબુબાની શકિત ઘણી ઘટી ગઇ છે, પરંતુ વૃત્તિમાં બદલાવ દેખાતો નથી. ફારૂક અબ્દુલ્લા તો વારંવાર પાકિસ્તાનની તરફેણ કરતા નજરે પડે છે.
જમ્મ-કાશ્મીરમાં ચૂંટણી ઘોષિત થાય એટલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય છે. એ કંઇ કરી શકવા સક્ષમ નથી, પરંતુ તેના પ્રેમીઓ ભારતમાં મોટા ખેલ કરી શકે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ તથા અન્ય પક્ષો પણ તાકાત દેખાડવા પ્રયાસ કરશે. સંભાવના છે કે, પાકિસ્તાન તરફી ગણાતી તાકાતોને દેશનું રાજકીય પીઠબળ પણ પ્રાપ્ત થઇ શકે છે.
જો કે જમ્મુ-કાશ્મીરમાં પડકારો છે તેનો મતલબ એમ કહી શકાય કે, ચૂંટણી ન યોજવી. પૂરી તાકાત અને વટથી ચૂંટણી થવી જ જોઇએ. ભારતીયોએ એ ચૂંટણી પર નજર રાખવી જરૂરી છે. દેશમાં રાષ્ટ્રભકિતનો મોટી-મોટી વાતો કરનારા પક્ષો કાશ્મીરની ચૂંટણીમાં પડદા પર અને પડદા પાછળ કેવી ભૂમિકા ભજવી રહ્યા છે. આ ભૂમિકાના આધારે પક્ષોને મૂળ વૃત્તિ ઉજાગર થશે. પડકારો ઘણું શીખવી જશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
