News of Wednesday, 21st August 2024
સીધી ભરતીઃ રાજકીય ઓટ
લેટરલ એન્ટી મુદે યુ-ટર્નઃ રાજકીય શકિત ઘટ્યાનો માદી સરકારને ફરી અહેસાસ
મમતા બેનરજી બરાબરના ફસાયા છે. રેપ-હત્યા કેસમાં પ્રચંડ લોકરોષ વચ્ચે સરકારનો સુપ્રીમ કોર્ટે બરાબરનો ઉધડો લીધો છે. કોર્ટે ઉઠાવેલા પ્રશ્નોથી કપિલ સિબ્બલની બોલતી બંધ થઇ ગઇ હતી. એક તરફ લોકોનો આક્રોશ, બીજી તરફ કાનુની ગાળિયો અને ત્રીજી તરફ પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન આવી રહ્યાની વાતો. મમતા બેનરજીની કસોટી કરતો સમય છે. મમતા સરળતાથી ઝૂકે તેવા નેતા નથી. આ સ્થિતિમાં તેઓ શું કરે છે, તે રાજકીય રોમાંચનો વિષય છે.
મમતા વિરોધી આટલો ગરમાગરમ મુદ્્ો છતાં એક મુદ્્ો એવો ઉપસ્યો કે, કેન્દ્ર સરકારે ભાગવું પડયું. કેન્દ્ર સરકારે અચાનક યુપીએસસીમાં લેટરલ ભરતીનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સામાન્ય ન હતો. સરકાર કંઇક પરાક્રમ કરે તો તેની અસર તથા આડઅસરનો વિચાર કરીને જ કરે. સીધી ભરતીના નિર્ણયમાં મોદી સરકારે કંઇ જ હોમ વર્ક કર્યુ હોય તેમ લાગતું નથી.
લેટરલ એન્ટ્રીનો નિર્ણય મોદી સરકારે ૭ર કલાકમાં જ પાછો ખેંચ્યો. સરકારના કોઇપણ નિર્ણયનો વિરોધ કરવો એ વિપક્ષનું મુખ્ય કાર્ય છે. લેટરલ એન્ટ્રીનો પણ રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ વિરોધ કર્યો હતો. રાહુલે આક્ષેપ કર્યો હતો કે, સરકાર આર. એસ. એસ.ના લોકોની સીધી ભરતી કરવા માંગે છે. અખિલેશે કહ્યું કે, સરકાર અનામત નાબૂદ કરવા માંગે છે. આ વિરોધમાં અન્ય વિપક્ષો પણ જોડાયા હતાં.
વિરોધ તીવ્ર ન હતો. માત્ર નિવેદનિયો વિરોધ જ હતો. મોદી સરકારના અમુક સાથી પક્ષોમાં પણ વિરોધના સૂર ઉઠયા. પરંતુ આ તમામ પ્રકારનો વિરોધમાં કોઇ જ તીવ્રતા ન હતી. છતાં સરકારે યુપીએસસીમાં સીધી ભરતીના નિર્ણયમાં ભાગે ઇ ભાયડાની નીતિ અપનાવી. સીધી ભરતીનો નિર્ણય રદ કર્યો.
આવું શા માટે થયું ? સરકારે નિર્ણય કરતી વખતે કોઇ હોમવર્ક કર્યુ ન હતું. મોદી સરકાર હજુ નીવી સ્થિતિમાં ઢળી શકતી નથી. લોકસભાની ચૂંટણી બાદ સરકાર ભલે રચાઇ, પરંતુ ભાજપની-મોદિત્વની રાજકીય તાકાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સ્થિતિમાં હોમવર્ક કર્યા વગર મનફાવે ત્યારે મનફાવે તેવા નિર્ણયો કરી નાખવા હાસ્યાસ્પદ બની શકે છે.
સીધી ભરતીનો નિર્ણય આ શ્રેણીમાં ગણી શકાય. સરકાર આક્રમક-તેજાબી આભા ધરાવતી હતી, પણ યુ-ટર્ન પરંપરાથી સરકારની આભા ખરડાઇ રહી છે. સરકાર ખુદને જ હાસ્યાસ્પદ બનાવી રહી છે. ત્રેવડ ન હોય છતાં અઘરા નિર્ણયો કરવા અને વિરોધ થાય તો ભાગવાવાળી....
સરકારે યુ-ટર્ન લેતા વિપક્ષ સ્વાભાવિકરૂપે જ વિજય ઉત્સવ ઉજવે છે. રણનીતિના અભાવે મોદી સરકાર ખુદને જ હાસ્યાસ્પદ બનાવે છે. આ કારણે વિપક્ષ મહાન અને નિર્ણાયક સાબિત થઇ રહ્યો છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
